Morbi,તા.05
લાકડધાર ગામના તળાવ પાસે પાવરહાઉસ નજીક ખરાબામાંથી દારૂની ૫૨ બોટલના જથ્થા સાથે પોલીસે એક ઈસમને ઝડપી લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે રેડ કરી હતી જ્યાં પાવર હાઉસ સામે ખરાબામાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૨ બોટલ કીમત રૂ ૬૫,૬૦૦ નો જથ્થો મળી આવતા આરોપી ચેતન મનસુખ અણીયારીયા રહે લાકડધાર તા. વાંકાનેર વાળાને ઝડપી લીધો છે આરોપી રામદેવસિંહ રહે રાયસંગપરનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે