Morbi,તા.29
સામાકાંઠે પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાં ઈંગ્લીશ દારૂની ૦૬ બોટલ સાથે પોલીસે એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નજરબાગ ફાટક સામે પરશુરામ પોટરી ગ્રાઉન્ડમાંથી આરોપી રવિભાઈ ઉર્ફે ઘુચરી રાજુભાઈ રાઠોડ રહે સો ઓરડી વરિયાનગર મોરબી વાળાને ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી દારૂની ૦૬ બોટલ કીમત રૂ ૬૬૦૦ નો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

