Morbi,તા.13
મોરબીના અયોધ્યાપુરી રોડ પર ખંઢેર મકાનની દીવાલ પાસેથી બીયરના ૯૬ ટીનનો જથ્થો જપ્ત કરી પોલીસે એક ઈસમને ઝડપી લીધો છે
સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે અયોધ્યાપુરી રોડ પર રેડ કરી હતી જ્યાં મદીના પેલેસ પાસે ખંઢેર મકાનની દીવાલ પાસેથી બીયરના ૯૬ ટીન કીમત રૂ ૯૬૦૦ ના મુદામાલ સાથે આરોપી મુસ્તાક ઉર્ફે મુસો જુસબ કટિયા (ઉ.વ.૨૬) રહે અયોધ્યાપુરી રોડ મોરબી વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે