Morbi,તા.28
વિસીપરા વિસ્તારમાં કારખાના પાસેથી પોલીસે દેશી જામગરી બંદુક સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા પ્રજાપત કારખાના પાસેથી આરોપી સાગર ચતુર દારોદરા (ઉ.વ.૪૩) રહે ગુલાબનગર વિસીપરા મોરબી વાળાને ઝડપી લીધો હતો આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક કીમત રૂ ૨૦૦૦ જપ્ત કરી આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે