Junagadh તા.25
જુનાગઢ એ ડીવીઝન હદના સુખનાથ ચોક વિસ્તારના રહેણાંક મકાનમાંથી ગાંજા સાથે એક શખ્સને દબોચી લીધો હતો. જયારે અમદાવાદના શખ્સનું નામ ખુલવા પામ્યું છે.
એ ડીવીઝન એએસઆઈ અમૃતલાલ રવૈયાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ એ ડીવીઝન પીઆઈ પરમારને મળેલી માહિતી મુજબ સુખનાથ ચોક વિસ્તારમાં રહેતો બોર્ડ રફીક બ્લોચ મકરાણી (ઉ.20) પોતાના ઘરે ગાંજો રાખી વહેંચાણ કરતો હોય, જેના આધારે રેડ કરતા 250 ગ્રામ ગાંજો કીંમત રૂા.9560 મોબાઈલ એક રૂા.5000, ઈલેકટ્રીક કાંટા સહિત કુલ રૂા.14,760નો મુદામાલ કબ્જે કરી પુછપરછમાં આ જથ્થો અમદાવાદ ધાણી લીંબડાના રહીશ રફીક મહમદ મકરાણી પાસેથી લીધો હતો. બન્ને સામે ગુન્હો નોંધી પીએસઆઈ એ.એમ.માધવાચાર્યે તપાસ હાથ ધરી છે.