Morbi,તા.19
કુંભાર શેરીમાં રહેણાંક મકાનમાં એ ડીવીઝન પોલીસે રેડ કરી ઈંગ્લીશ દારૂની ૨૧ બોટલના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો છે રેડ દરમિયાન બે આરોપીઓ નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવાડેલા રોડ પર કુંભાર શેરીમાં રહેતા રાકેશ દામજીભાઈ પાદરેશાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૧ બોટલ કીમત રૂ ૧૩,૬૬૨ મળી આવતા દારૂનો જથ્થો કબજે લઈને આરોપી રાકેશ પાદરેશાને ઝડપી લીધો હતો અન્ય આરોપી હર્ષદ નાનજી મકવાણા અને હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયા એમ બે ઈસમો નાસી જતા વધુ તપાસ હાથ ધરી છે