Morbi,તા.15
શહેરના જીનપરા શેરી નં ૧૦ માં રહેતા આરોપીના મકાનમાં રેડ કરી પોલીસે દારૂની ૨૬ બોટલના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો હતો અન્ય એક સીમનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમે જીનપરા શેરી નં ૧૦ માં રહેતા આરોપી સાહિલ જુમા કુરેશીના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપી સાહિલ કુરેશીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૬ બોટલનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે રૂ ૩૩,૮૦૦ નો દારૂનો જથ્થો કબજે લઈને આરોપીને ઝડપી લીધો હતો અન્ય આરોપી રફીક જુમા કુરેશીનું નામ ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે