Morbi તા.7
મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી પસાર થતી સીએનજી રીક્ષામાંથી દારૂની નાની 35 બોટલ તથા 15 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ, બિયર તથા રીક્ષા મળીને 56,555 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરેલ છે.
બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી પસાર થતી સીએનજી રીક્ષા નંબર જીજે 1 ટીબી 4387 ને રોકવામાં આવી હતી અને તેને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની 35 બોટલ તથા બિયરના 15 ટીન મળી આવતા પોલીસે દારૂ બિયરનો જથ્થો તથા 50,000 રૂપિયાની કિંમતની રીક્ષા 56,555 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિષ્ણુભાઈ પેલાદભાઈ પાટડીયા (28) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરા મોરબી મૂળ રહે. નરાડી તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
બાઇક સ્લીપ
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વિંધાભાઇ મહેશભાઈ (30) નું બાઇક સ્લીપ થવાને કારણે ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા.
આગ
શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની પાછળના ભાગમાં નકલંગ પાર્કમાં રહેતા વિપુલભાઈ પ્રાગજીભાઈ ફેફર (45)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે ભડીયાદ ગામની સીમમાં આવેલ વેલમાઈકા પ્રા.લિ. માં આગ લાગવાની ઘટના બની હતી.
જેના કારણે ભૂસીના રૂમમાં અને ગ્રાઇન્ડીંગ રૂમમાં વાયરીંગની પેનલ બળીને ખાખ થઈ જતાં કારખાનામાં નુકસાન થયું છે જેથી આ અંગેની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

