Morbi,તા.15
મોરબીના લીલાપર રોડ પર સ્મશાન પાસેથી પોલીસે ચોરાઉ બાઈક સાથે એક ઈસમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર રોડ સ્મશાન પાસે એક ઇસમ ચોરી થયેલ બાઈક સાથે હોવાની બાતમી મળતા રેડ કરી હતી સ્મશાન પાસેથી એક ઇસમ બાઈક સાથે મળી આવતા કાગળો માંગ્યા હતા જે નહિ હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક એ ડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું જેથી આરોપી જુસબ હાસમ ભટીને ઝડપી લઈને ૪૦ હજારની કિમતનું બાઈક રીકવર કરી વધુ તપાસ ચલાવી છે