Junagadh, તા.27
દિવાળીના સપરમા દિવસે ચોરવાડ નજીકના ખોરાસા રોડ પર સામ સામે મોટર સાયકલ ભટકાતા આલીદ્રાના શખ્સનું સારવાર દરમ્યાન મોત નોંધાયુ હતું.
ફરીયાદી ધનસુખભાઇ પીઠાભાઇ મકવાણાએ આછીદ્રાવાળાએ ચોરવાડ પોલીસમાં જાણ કર્યા મુજબતેમના ભાઇ પવિણભાઇ પીઠાભાઇ મકવાણા તેમની મોટર સાયકલમાં જઇ રહ્યા હતા ત્યાં દિવાળીની સાંજે 7.15ના સુમારે અજાણ્યા મોટર સાયકલના ચાલકે પુરઝડપે બેફીકરાયથી ચલાવી પ્રવીણભાઇ પીઠાભાઇની મોટરસાયકલ સાથે અથડાવી દેતા પ્રવીણભાઇના માથામાં ગંભીર ઇજા થતા વેરાવળ સારવાર દરમ્યાન મોત નોંધાયુ હતું. બનાવ ખોરાસા નીલકંઠ પેટ્રોલ પંપ પાસે હાઇવે પર બનાવ પામ્યો હતો. ઘટનાની તપાસ ચોરવાડ પોલીસે હાથ ધરી છે.
પશુઓના બચાવ
નવલા વર્ષની વહેલી સવારે પ.40 કલાકે તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે માખીયાળા ઓવરબ્રીજ નવા બાયપાસ પાસે ટ્રકને રોકી ચેક કરતા 11 ભેંસોને દોરડા વડે બાંધેલા હોય તેને કત્લખાને લઇ જતા હોવાનું ખુલતા આરોપીઓ આફતાબ ઝાકીર કારવા રે. નવાગઢ (જેતપુર) સોહીલ ઇબ્રાહીમ તરકવાડીયા રે. જેતપુર, બીલાલ હુસેન કારવા રે. નવાગઢ (જેતપુર) અને ઇકબાલ ઇબ્રાહીમ કડારાયા રહે. હુસેનાબાદ (માંગરોળ) વાળાઓને દબોચી લઇ ગુનો નોંધેલ છે.
યુવાનનું મોત
ભાવનગર રસાલા કેમ્પ શેરી નં. 1માં રહેતા અમરલાલ મોહનલાલ આહુજાના પુત્ર સંજય ઉર્ફે સંજુ અમરલાલ નવલા વર્ષના તા. ર3ના જુનાગઢ આવેલ તેમને પેરેલેસીસનો એટેક આવી ગયેલ હોયજેની સમયસર દવા ન લેતા ભુતનાથ ફાટક ટ્રેનના પાટા પાસે પડી જતા માથામાં ગંભીર ઇજા થતા મોત નોંધાતા સી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોંડલના મોવીયા ખાતે રહેતા સાગરભાઇ રમેશભાઇ કાલરીયા નવા વર્ષના રોજ રાત્રીના 7 કલાકે સોમનાથી મેરવદર જતા હતા ત્યારે રાત્રીના 10ના સુમારે રસ્તામાં જુનાગઢ નવા બાયપાસ ઉપર વધાવી અમરદીપ હોટલ પો કોઇ અગમ્ય કારણોસર સેલફોસના ટીકડા પી લેતા જુનાગઢ સરકારી દવાખાને 108માં લઇ આવતા સારવાર દરમ્યાન મોત નોંધાયુ હતું. મૃતકના પત્ની આરતીબેન સાગરભાઇ કાલરીયાએ જુનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આપઘાત
કેશોદના ગેલાણા ગામે રહેતા રણજીતભાઇ રવજીભાઇ સોંદરવાએ કોઇ અગમ્ય કારણોસર દિપાવલીના દિવસે સીતાફળના ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ લેતા મોત નોંધાયું હતું.
અપમૃત્યુ
કેશોદ રહેતા ધીરજભાઇ પરબતભાઇ વણપરીયાએ બેસતા વર્ષની સાંજે મારવાડી વિસ્તારમાં બીપી, ડાયાબીટીસથી કંટાળીને કુવામાં પડી આપઘાત કરી લેતા કેશોદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
વિસાવદરના કાનાવડલા ગામે રહેતા કિશોરભાઇ રવજીભાઇ વાલાણીની પુત્રી બંસીબેનએ દિપાવલીના દિવસે કોઇ અગમ્ય કારણોસર પંખાની હુંકમાં ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઇ લેતા મોત નોંધાયુ હતું. વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

