Girgadhda, તા. 9
ગીરગઢડાનાં એભલવડ ગામે ગામ લોકો ના સંકલન અભાવે અથવા વાદવિવાદ ના કારણોસર કે પછી શિક્ષણ વિભાગની બેદરકારી ના કારણે 221 જેટલા વિદ્યાર્થીઓ નું ભાવી ઉપર સવાલો ઉભા થયા છે કારણ કે ગામ વચ્ચે એક નહી પણ ત્રણ શાળા આવેલ છે 7 જેટલા શિક્ષકો હોવા છતાં બે પાળીમાં શાળા ને ચલાવી પડે છે એક શાળા જર્જરીત થતાં તે સંપૂર્ણ ખંડેર હાલતમાં રૂમો હોવાથી બંધ કરી દેવાયેલ છે.
બીજી શાળા ને જમીન દાતા દ્વારા આપવા છતાં યેનકેન પ્રકારે દુર પડતી હોય અને વન્ય પ્રાણી તેમજ અમુક ચોક્કસ કારણો સર છ વર્ષ થી મંજુરી મળવા છતાંય કામ શરૂ થતું નથી એક નવી શાળા બનાવી છે જેમાં 11 શિક્ષૈણિક વર્ગ ખંડ છે પરંતુ જેમાં છ રૂમો જર્જરીત હાલતમાં હોવાથી બંધ કરી દેવાયેલ છે અને પાંચ વર્ગ ખંડ રૂમો વચ્ચે 160 જેટલાં વિદ્યાર્થીઓ બે પાળી વચ્ચે શિક્ષણ મેળવી રહ્યા છે ત્યાં પણ પુરતિ વ્યવસ્થા નહીં હોવાથી બાલવાટિકા થી ધોરણ 8 સુધી ના છાત્રોનું ભાવી અંધકારમય ધડાય રહ્યું છે.
રમતગમત ના મેદાન અને મધ્યાહન ભોજનના રૂમ અભાવે રસોયા બહેન પોતાના ઘરે થી રસોઈ બનાવી છાત્રો ને જમાડે છે બીજી તરફ બાળકો સ્પોર્ટ્સ અને મનોરંજન ક્ષેત્ર માં ભાગ લઈ શકતા નથી શાળા ની પ્રાથમિક જરૂરિયાત એવી બેસવાની બેચ તેમજ ડીજીટલ બોર્ડ કોમ્પ્યુટર વિજ્ઞાન ક્ષેત્રે ના સાધનો પણ ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિ નહીં હોવાનો શુર વ્યક્ત કરાય રહ્યો છે
આ શાળામાં મધ્યાહન ભોજનનું રસોડું ન હોવાથી બાળકો માટેનું ભોજન બાજુના ઘરેથી બનાવી લાવવું પડે છે, શાળા ગામની મધ્યમાં હોવાથી રમત ગમત નું મેદાન ન હોવાથી બાળકો રમત રમી શકતા નથી.
તાલુકા શિક્ષણાધિકારી પારસ હિરપરાના જણાવ્યા અનુસાર વર્ષ 2015 મા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બનેલી શાળા ના રૂમો ગામલોકો એ સ્વિકાર્યા નથી જો ગામ લોકો સહમતિ આપે તો ત્યાં શાળા શરૂ કરી શકાય છે પરંતુ ત્યાં વન્યપ્રાણી નો ભય હોવાનું જણાવી આ શાળા નો ઉપયોગ થઈ શકતો નથી શાળા લાંબા સમયથી બંધ હોવાથી જર્જરીત હાલતમાં મુકાઇ છે હાલ જે શાળા શરૂ છે તેમાં છ રૂમો જર્જરીત છે તેનું રીપેરીંગ કામ અને મધ્યાહન ભોજન રૂમો અંગે પણ માંગણી કરી છે દરખાસ્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ ને સરકાર ના નવા નિયમો અનુસાર મોકલી છે.
ત્યાં સમિક્ષા થયા બાદ મંજુરી મળશે તો નવી શાળા અંગે નિર્ણય થશે હાલ ગામ વચ્ચે કોઈ એવી જગ્યા નથી કે એકજ ગ્રાઉન્ડ માં સુવિધા સજ્જ શાળા બની શકે હા ગામથી થોડે દૂર કેમ્પસ છે ત્યાં શાળા નહીં બનાવવા અંગે વિરોધ થતાં ચોક્કસ કારણો હેઠળ શાળા નું કામ અટકી પડ્યું છે જ્યારે અન્ય બંધ શાળા નો પંદર વર્ષ જેવા લાંબા સમયથી ઉપયોગ નહીં કરાતા તે શાળા બંધ છે ગામ લોકો એ શાળા સ્વિકારે તો શિક્ષણ વિભાગ બાંહેધરી આપવા પણ તૈયાર જણાવ્યું હતું.
સરકાર દરેક ક્ષેત્રે બાળકો ના રમતગમત ને પ્રોત્સાહન આપે છે પરંતુ અહિયાં રમત ગમત નું મેદાન નહીં હોવાથી બાળકો નું કૌશલ્ય ક્યાંથી જોવા મળે નવી શાળા બનાવવામા નહીં આવે ત્યાં સુધી અમારા સંતાનો નો શિક્ષણ ક્ષેત્રે વિકાસ ની અપેક્ષા રાખીશકાય તેવી નથી તેવું વિધાર્થીઓના વાલી અજીતભાઈ બારીયા એ શુર વ્યક્ત કર્યો હતો
આ શાળાનું શરૂઆત થી કામ નબળું કરી લાખો રૂપિયા નો ભષ્ટ્રાચાર કર્યો હોવાના કારણે શાળા ની દિવાલો મા તિરાડો પડી છે ટાઈલ્સ પણ બહાર નિકળી આવી છે ગામલોકો આ શાળા ના રૂમો ને સ્વિકારવા તૈયાર નથી તેમ ભરતભાઇ શિયાળે જણાવ્યું છે.