Morbi તા 2
મોરબી તાલુકાના રફાળેશ્વર પાસે ડબલ સવારી બાઈકનો અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને એક યુવાનને વધુ ગંભીર ઇજા થઈ હતી જેથી તેને રાજકોટ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવારમાં તેનું મોત નીપજયું છે જેથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે ડબલ સવારી બાઈકનો અકસ્માત થયો હતો જે બનાવમાં બાઇક ઉપર જઇ રહેલા બે યુવાનોને ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા જો કે, તે પૈકીનાં એક યુવાનને વધુ ગંભીર ઇજા થયેલ હતી.
જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે અજાણ્યા 35 વર્ષના યુવનનું મોત નીપજયું હતું જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

