નડિયાદ તરફથી ડાકોર તરફ જઈ બાઈક ઉપર સવાર બે વ્યક્તિ જઈ રહ્યા હતા. બાઈક પૂરઝડપે જઈ રહી હતી ત્યારે અચાનક બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા
બાઈક ડિવાઈડર સાથે ધડાકાસાથે ભટકાયું હતું. અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓ પૈકી એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અન્ય એક વ્યક્તિને શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ થતા ૧૦૮ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ ચકલાસી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને અકસ્માતગ્રસ્ત બાઈક અને મૃતકના કબજા અંગેની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે બાઈકના નંબરના આધારે તપાસ કરતા બાઈક માતર તાલુકાના હૈજરાબાદ ગામનું હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં પોલીસે મૃતકની ઓળખ અને બાઈક ચાલક કયાંના છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે દિશામાં પણ વધુ કાર્યવાહી ચાલુ છે.