Jamnagar તા.15
જામનગર રહેતા નિવૃત્ત ડીવાયએસપીએ કરેલા રૂ.2.30 લાખના ચેક રીટર્નની કેસમાં અદાલતે અમદાવાદના આરોપીને 1 વર્ષની સાદી કેદ અને ચેકની રકમ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે.
શહેરમાં વસતા નિવૃત્ત ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજાએ અમદાવાદના દિનેશ મોહનભાઈ શ્રીકારને વળતર આપે તેવું રોકાણ કરવા માટે ઈ-ટ્રાન્સ્પરથી રૂ.2.30 લાખ દિનેશભાઈના ખાતામાં જમા કરાવેલા.
પરંતુ આ રકમ બાદમાં દિનેશભાઈએ પરત નહીં આપ્યાનો મામલો સાયબર ક્રાઈમમાં પહોંચ્યો હતો. જે પછી દિનેશભાઈએ નિવૃત્ત ડીવાયએસપીને આપેલો લેણી રકમનો ચેક પરત ફરતાં નિવૃત્ત ડીવાયએસપીએ તા.26/7/24ના રોજ અદાલતમાં ચેક રીટર્નની ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ ચાલી જતાં અદાલતે આરોપી દિનેશ શ્રીકારને 1 વર્ષની સજાનો તથા ફરિયાદીની લેણી રકમ વળતરરૂપે ચુકવવા હુકમ તા.4ના રોજ કર્યો હતો. આરોપી વળતર ચુકવવામાં કસુર કરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવા પણ હુકમમાં જણાવ્યું છે.