New Delhi,તા.04
ભારતીય સ્નાતકોને તેમની લાયકાત અનુસાર નોકરી નથી મળી રહી. અડધાથી વધુ સ્નાતકો તેમનાં શિક્ષણ કરતાં ઓછી કુશળતાવાળા કામ કરે છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલની ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજી એન્ડ કોમ્પિટિટિવનેસની ભારતીય પેટાકંપની ઇન્ડિયન કોલાબોરેટિવ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસનો તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે માત્ર 8.25 ટકા ભારતીય સ્નાતકો જ તેમની લાયકાતને અનુરૂપ નોકરીઓમાં કામ કરી રહ્યાં છે.
50 ટકાથી વધુ સ્નાતકો ક્લાર્ક, મશીન ઓપરેટર્સ અને સેલ્સમેન જેવી ઓછી કુશળતાવાળી નોકરીઓમાં રોકાયેલા છે. આ ડેટા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ)માંથી આવ્યો છે, જે દર્શાવે છે કે ભારતમાં અંડરગ્રેજ્યુએટ ડિગ્રી ઝડપથી વિતરિત કરવામાં આવી રહી છે, પરંતુ ગુણવત્તાયુક્ત નોકરીઓ સમાન ગતિએ ઊભી કરવામાં આવી રહી નથી.
નેશનલ ઓક્યુપેશનલ ક્લાસિફિકેશન (એનસીઓ) હેઠળ ભારતમાં નોકરીઓને કૌશલ્ય સ્તર 1થી 4 સુધી વિભાજિત કરવામાં આવી છે. આદર્શ રીતે, ઉચ્ચ શિક્ષિત વ્યક્તિને ઉચ્ચ-કુશળ નોકરી મળવી જોઈએ.
કૌશલ્ય સ્તર 4 નોકરીઓમાં કામ કરતાં લોકોમાં, 38.23% સ્નાતકો છે, પરંતુ તેઓ વધુ પડતી લાયકાત ધરાવતાં માનવામાં આવે છે. બિહાર, ઝારખંડ અને મેઘાલય જેવાં રાજ્યોમાં 60 ટકાથી વધુ કર્મચારીઓ સ્કિલ-1 (એજ્યુકેશન) કેટેગરીમાં આવે છે, જે લાંબા ગાળાના આર્થિક વિકાસ માટે પડકારજનક છે.