Rajkot, તા. 26
મહાપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે રીકવરી ઝુંબેશમાં માત્ર એક મિલ્કત સીલ કરવામાં આવી હતી તો આજના દિવસમાં સાત યુનિટને નોટીસ આપતા 64.38 લાખની રીકવરી થઇ હતી. વોર્ડ નં.7ના ગોંડલ રોડ પર નોવોસ બિલ્ડીંગમાં એક ઓફિસ સીલ કરવામાં આવી હતી.
આ સિવાય વોર્ડ નં.1, 13, 14, 18માં રીકવરી થઇ હતી અને ચાલુ વર્ષની આવક આજે બપોર સુધીમાં 401.36 કરોડે પહોંચી છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા બે દિવસમાં ત્રણે ઝોનમાંથી 31 આસામી પાસેથી 1.83 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને રૂા. 7900નો દંડ વસુલ કરવામાં આવ્યાનું વિભાગે જણાવ્યું હતું.