New Delhi,તા.29
ઓપરેશન સિંદુર સમયે શું ભારતે પાકિસ્તાનના અણુશસ્ત્ર -મિસાઈલ મથક કિરાના હિલ્સ પર હુમલો કર્યો હતો! આ પ્રશ્ન લાંબા સમયથી દેશના મીલીટ્રી અને સંરક્ષણ વર્તુળો અને રાજકીય સર્કલમાં પણ પુછાઈ રહ્યો હતો તે સમયે પ્રજાસતાક દિને પરેડમાં ભારતીય હવાઈ દળે પાકના અણુશસ્ત્ર મથક સરગોધા પર હવાઈ હુમલો કરીને તેને ભારે નુકશાન પહોંચાડયું હતું.
પ્રજાસતાક દિન પરેડમાં ભારતીય લડાયક વિમાન રાફેલ, સુખોઈ, જેગુઆર અને તેજસની ઝાંખી સાથે જે વિડીયો દર્શાવાયો તેમાં આ દ્રશ્યો જોવા મળે છે. જો કે ઓપરેશન સિંદુર બાદના બ્રિફીંગમાં એર માર્શલ એ કે ભારતી જે ડિરેકટર જનરલ ઓફ એર ઓપરેશન તરીકેની જવાબદારી સાથે કહ્યું હતું કે ભારતે કિરાના હિલ (સરગોધા એરબેઝ) પર કોઈ હુમલો કર્યો નથી.
પ્રજાસતાક દિને આ વિડીયો દર્શાવાયા બાદ પણ હવાઈ દળે ફરી એ જ વલણને વળગી રહેતા જણાવ્યું હતું કે અમો તે સમયના સતાવાર નિવેદનને વળગી રહીએ છીએ. હવાઈદળના પ્રવકતા વિંગ કમાન્ડર જયદીપસિંઘએ વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
હવાઈ દળનો વિડીયોએ પણ દર્શાવાતો હતો. જેમાં નુરખાન બેઝ અને અન્ય પાકીસ્તાની લશ્કરી મથકોને પણ ઓપરેશન સિંદુર સમયે નિશાન બનાવાયા હતા અને હાલમાં જ એક સ્વીટઝ રિપોર્ટમાં પણ દર્શાવાયું કે ભારતના આ આકરા આક્રમણથી જ પાકને યુદ્ધ વિરામની વિનંતી કરવાની ફરજ પડી હતી.
આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં મહિષાસુર-મર્દાનીનો સંગીત વિડીયો વાગી રહ્યો છે અને તેમાં ફાઈટર જેટના સિંદુર ફોર્મેશન સાથે એક સંદેશ અપાયો છે કે ભંગ ન કરી શકાય તેવી શાંતિ માટે અમો ઉભા છીએ. આમ વિડીયોમાં જે દર્શાવાયું છે તે રસપ્રદ છે. ગત વર્ષે એ પણ મનાયુ હતું કે પાકના અણુ શ મથક પર ભારતે બ્રહ્મોસ મિસાઈલથી હુમલો કર્યો હતો.
જો કે તે બાદના ઓપરેશનમાં એર માર્શલ ભારતીએ ભારતે કિરાના હિલ સ્ટેશન પર હુમલો કરવાનું નકાર્યુ હતું. જો કે ગત જૂનમાં ગુગલ વર્જાની તસ્વીરો દર્શાવે છે કે પાકના આ વ્યુહાત્મક અણુ મથક પર ભારતે મિસાઈલ દાગ્યા હતા અને તે તસવીરો જીઓ-ઈન્ટેલીજન્સ રીસર્ચર ડામીઅન સાયમને તેના એકસ હેન્ડલ પર શેર કર્યા હતા. જેમાં ભારતના રાફેલ વિમાન બે મિસાઈલથી સજજ થઈને પાક.ના પશ્ચીમી ક્ષેત્રમાં પ્રહાર માટે જાય છે.
અગાઉ પાકે એવો દાવો કર્યો કે ભારતે ફ્રાન્સના 36 રાફેલ વિમાન સાથે વિઝયુલ રેન્જથી આગળ પ્રહાર કરી શકે તેવા મિસાઈલ પુરા પાડયા નથી અને તેથી ભારતે તે મિસાઈલનો ઉપયોગ કરી શકયુ નહી.
આ વિડીયોએ ભારતીય સુખોઈ વિમાન એર ટુ એર મિસાઈલ અથી સજજ થઈને તથા અન્ય સુખોઈ વિમાન બ્રહ્મોસ મિસાઈલ સાથે લોડેડ થઈને હુમલો કરે છે તો જેગુઆર ઉંડે સુધી ઘુસીને ટુંકા અંતરના મિસાઈલથી પ્રહાર કરે છે તથા અન્ય રાફેલ વિમાન પણ હુમલામાં જોડાયા છે.

