New Delhi,તા.11
બિહારની વિધાનસભા ચૂંટણી પુર્વે વિપક્ષોએ સંયુક્ત રીતે ઉઠાવેલા મતદાર યાદી પુન: સમીક્ષામાં ‘મતચોરી’ના મુદામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગત સપ્તાહમાં જાહેર કરેલા ‘પુરાવા’ મુદે ચૂંટણીપંચે સોગંદનામા પર આ ‘પુરાવા’ આપવા કરેલા પડકાર વચ્ચે હવે આજે ચૂંટણીપંચ સમક્ષ સંસદ ભવનથી ચૂંટણીપંચ સુધીની એક કૂચ યોજવાની તૈયારી કરી છે.
એક તરફ આ મુદે સંસદમાં પણ જબરી ધમાલ થશે તો વિપક્ષોને ફકત 30 સભ્યોના પ્રતિનિધિમંડળ સામે સાવધ અને તર્કબદ્ધ રજુઆત કરવા વિપક્ષના 12 વાગ્યાનો સમય આપ્યો છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પુર્વે એક થવા મથી રહેલા વિપક્ષો જે ‘ઈન્ડીયા’ ગઠબંધનથી ઓળખાય છે તેની આ રેલીનું નેતૃત્વ વિપક્ષના નેતા રાહુલ ગાંધી કરી રહ્યા છે.
જો કે દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે, આ પ્રસ્તાવિત રેલી માટે કોઈ મંજુરી લેવામાં આવી નથી અને જો પોલીસ આ રેલીને રોકવા પ્રયાસ કરશે તો ઘર્ષણની પણ શકયતા છે. ચૂંટણીપંચે બિહારમાં જે રીતે મતદાર યાદી પુન: સમીક્ષા હેઠળ 65 લાખ જેટલા નામોની કરી છે.
તે મુદે સુપ્રીમમાં કાલે સુનાવણી છે. પંચે મે અગાઉ દાખલ કરેલા સોગંદનામામાં પોતે જે 65 લાખ નામો કપાયા છે. તેની માહિતી જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો છે અને તેથી સુપ્રીમ કોર્ટે પણ હવે તેના પર કેવું વલણ લેશે તેના પર સૌની નજર છે.
વિપક્ષનો દાવો છે કે, રાહુલ ગાંધીએ જે મુદા ઉઠાવ્યા છે તેનો જવાબ ચુંટણીપંચ પાસે નથી તેથી તે સોગંદનામા જેવા મુદા ઉઠાવે છે. ચુંટણીપંચ ડીજીટલ ડેટા પણ આપતું નથી કે તેથી સોફટવેરનો ઉપયોગ કરી પંચને ખુલ્લુ પાડી શકાય. મહારાષ્ટ્ર ચૂંટણી અંગે પણ પંચ પાસે જવાબ નથી.
આમ હવે આ લડાઈ તિવ્ર બની છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારે તો રાહુલ ગાંધીને જે રીતે રાજયની વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિનો આક્ષેપ છે તેથી તપાસના આદેશ પણ આપી દીધા છે. વિપક્ષ આ રીતે મતદાર યાદીના મુદા પર જબરી લડત આપવાની તૈયારી કરી રહ્યો છે.