Rajkot,તા.01
ભરણપોષણ કેસમાં રોજના રૂ.૨૫૦ કમાતો હોવાનો બચાવ લેનાર પતીને પત્ની અને સગીર સંતાનને માસીક રૂ.૧૦ હજાર ભરણ પોષણ પેટે ચુકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલ હુડકો ક્વાર્ટરમાં રહેતી પરણીતા અરફાના બહેનના જંગલેશ્વરમાં રહેતા આફતાબ અયુબભાઈ કાઝી સાથે વર્ષ ૨૦૧૫ મા નિકાહ થયા હતા. જે લગ્ન જીવનથી પરણીતાને એક પુત્રનો જન્મ થયો હતો. ત્યારબાદ દંપતી વચ્ચે અણબનાવ બનતા પરણીતાને તરછોડી દીધી હતી. પરણીતા પાસે આવકનું કોઈ સાધન ન હોવાથી રાજકોટની ફેમીલી કોર્ટમાં પતી પાસેથી પોતાના અને સગીર સંતાનના ભરણ પોષણની માંગ કરતી અરજી દાખલ કરી હતી. જેમા પતી હાજર થતાં લાગતા વળગતા સાહેદોની જુબાની નોંધવામાં આવી હતી અને પતીએ એવો બચાવ લીધેલ કે મચ્છીની દુકાનમા રોજના રૂ.૨૫૦ થી કામ કરે છે. જે અરજી દલીલ પર આવતાં પરણીતા ના વકીલ અંતાણી એ લંબાણ પુર્વકની દલીલો રજુ કરેલ અને પતીને પુરતી આવક હોઈ પતી એ બીજા નીકાહ કરી લીધેલ હોવાનું રેકર્ડ પર આવતું હોવાની અને ભરણપોષણ ચુકવવા પતી જવાબદાર બનતો હોવાની રજુઆત કરી હતી પરણીતાના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ફેમીલી કોર્ટે પરણીતાને માસીક રૂ.૬ હજાર અને સગીર સંતાનને માસીક રૂ. ૪ હજાર મળી માસીક રૂ.૧૦ હજાર ભરણ પોષણ પેટે ચુકવવા હુકમ કર્યો છે. જે હુકમ મુજબ પરણીતા પતી પાસેથી રૂ.૭.૬૦ લાખ વસુલવા હકકદાર બનેલ છે અને હુકમ મુજબ પતીએ વચગાળામા કોઈ રકમ ભરેલ હોય તો તે આમાથી મજરે આપવા આદેશ કર્યો છે.
આ કેસમા પરણીતા વતી એડવોકેટ સંદીપ કે. અંતાણી, સમીમબેન કુરેશી અને શીવાનીબેન દવે રોકાયા હતા.