New Delhi તા.30
જો આપ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આપના માટે નવા નિયમો જાણવા અને સમજવા જરૂરી છે. એસબીઆઈ અને એચડીએફસી સહિત અન્ય પ્રમુખ બેન્કોના ક્રેડીટ કાર્ડ સાથે સંકળાયેલા નિયમોમાં મોટો ફેરફાર થયો છે, જે જુલાઈ અને ઓગસ્ટમાં અલગ-અલગ તારીખે લાગુ થશે.
સૌથી મહત્વના કાર્ડ સાથે મળનાર એક કરોડ રૂપિયાના વિમાન યાત્રા દુર્ઘટના વીમા કવરેજ હટાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે અનેક પ્રકારની ફીમાં વધારો કરાયો છે અથવા નવા ચાર્જ જોડી દેવામાં આવ્યા છે. રિવોર્ડ પોઈન્ટ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર કરાયા છે અને એક સીમા બાદ ખર્ચ કરવા પર ચાર્જ લગાવવાની જોગવાઈ કરાઈ છે.
અહી પણ વીમો બંધ
યુકો બેન્ક, એસબીઆઈ કાર્ડ ઈલીટ, સેન્ટ્રલ બેન્ક એસબીઆઈ કાર્ડ ઈલીટ પીએસબી, એસબીઆઈ કાર્ડ ઈલીટ અને અલાહાબાદ બેન્ક, એસબીઆઈ કાર્ડ પર એક કરોડ અને પાંચ લાખનો વિમાન દુર્ઘટના વીમો 11 ઓગષ્ટે બંધ થશે.
એચડીએફસીના નવા નિયમો એક જુલાઈથી
કન્ઝયુમર કાર્ડથી 50 હજારથી વધુનો ખર્ચ કરવા પર એક ટકો ચાર્જ લાગશે. બિઝનેસ કાર્ડથી 75 હજારથી વધુનો માસિક ખર્ચ કરવા પર એક ટકો ચાર્જ લાગશે. રિવોર્ડ પોઈન્ટની સીમા પણ નિર્ધારિત કરવામાં આવી છે.
પેટીએમ મોબિકિવક ફ્રી ચાર્જ, ઓલામની જેવું થર્ડ પાર્ટી વોલેટમાં 10 હજાર રૂપિયાથી વધુ માસિક લોડીંગ પર એક ટકો ચાર્જ લાગશે, જે વધુમાં વધુ 4999 સુધી રહેશે. ઓનલાઈન સ્કિલ-બેઝડ ગેમીંગ પર હવે એક ટકો ફી લગાવાશે.
એસબીઆઈના નિયમો 15મીથી લાગુ
એસબીઆઈ દ્વારા એલીટ, માઈલ્સ એલીટ, માઈલ્સ પ્રાઈમ જેવા પ્રીમીયમ કાર્ડ પર આપવામાં આવતાં એક કરોડનો મફત વિમાન દુર્ઘટના વીમો બંધ થશે. પ્રાઈમ અને પલ્સ ક્રેડીટ કાર્ડ પર મળનારો 50 લાખનું વીમા કવરેજ પણ બંધ થશે.
ન્યુનતમ ચુકવવા પાત્ર રકમની ગણતરીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે બિલમાં જીએસટી, ઈએમઆઈ, ફી, ફાયનાન્સ ચાર્જ સહિત બાકી રકમના 2 ટકા પણ સામેલ થશે.