ફિલ્મ ૧૯૯૦ના સમયના આગ્રાની સુપર નેચરલ એલિમેન્ટની વાર્તા હશે, આગામી નવેમ્બરથી શૂટિંગ શરૂ થશે
Mumbai, તા.૮
ઓટીટી સીરીઝ ‘બંદિશ બેન્ડિટસ’માં કલાસિકલ સિંગર અને રોમેન્ટિક હીરોની ભૂમિકાથી જાણીતા બનેલા ઋત્વિક ભૌમિકને મોટા પડદાની પહેલી ફિલ્મ મળી છે. ‘અભૂતપૂર્વ’ નામની ફિલ્મથી તે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. હાલ બોલિવૂડમાં અનેક હીરો અને અનેક પ્રોડક્શન હાઉસિસ હોરર કોમેડીના ટ્રેન્ડ પાછળ ભાગી રહ્યા છે. ઋત્વિકની આ ફિલમ પણ એક હોરર કોમેડી હશે. ૧૯૯૦ના અરસામાં આગ્રામાં બનતી કેટલીક સુપર નેચરલ ઘટનાઓ આસપાસ ફિલ્મની વાર્તા વણાયેલી હશે. ફિલ્મ માં ઋત્વિકની હીરોઈન કોણ હશે તે હજુ જાહેર થયું નથી. પરંતુ ઋત્વિકની જેમ જ મોટાભાગે કોઈ ફ્રશ ફેસની જ પસંદગી થાય તેવી સંભાવના છે. ફિલ્મ માટે પ્રિ પ્રોડક્શન વર્ક શરૂ થઈ ગયું છે અને ફિલ્મનું શૂટિંગ આગામી નવેમ્બરમાં શરૂ થવાની સંભાવના છે. આ ફિલ્મ ખ્યાતિ મદાન બનાવી રહ્યાં છે. ઋત્વિકે ‘બંદિશ બેન્ડિટસ’માં રોમેન્ટિક હીરો નો રોલ ભજવ્યા બાદ ‘ખાકીઃ ધી બેંગાલ ચેપ્ટર’ વેબ સીરીઝમાં એક નિર્દયી ગેંગસ્ટરની ભૂમિકા ભજવી પોતાની રેન્જનો પરિચય આપી દીધો હતો. હવે હોરર કોમેડીમાં નવાં જોનરમાં તેની કસોટી થશે. બોલિવૂડમાં હાલ એક પછી એક હોરર કોમેડીની જાહેરાત થઈ રહી છે. ‘મુંજીયા’ ટુ પણ આવી રહી છે. આ ઉપરાંત અહાન શેટ્ટી પણ એક હોરર કોમેડી ફિલ્મ કરી રહ્યો હોવાનું તાજેતરમાં જાહેર થયું છે.