Jamnagar તા ૫
જામનગરમાં શંકર ટેકરી નજીક નહેરુ નગર શેરી નંબર ૯ માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા દિનેશ જયંતીભાઈ સોમેશ્વર નામના ૩૫ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘર પાસે આવેલા સ્ટુડિયોમાં પંખા ના હુકમા રસ્સી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતક ના પિતા જયંતીભાઈ નાથાભાઈ સોમેશ્વરાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝનના એ.એસ.આઇ. ટી.કે. ચાવડા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનનું આત્મહત્યાનું કારણ જાણવા માટે પોલીસે તેના પરિવારના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.