America તા.12
અહીના કાલિસ્પેલ શહેરમાં એક દિલધડક વિમાન અકસ્માત સર્જાયો હતો. એક સિંગલ એન્જીન સોકાટા ટીબીએમ 700 ટર્બોપ્રોપ વિમાન લેન્ડીંગ દરમિયાન અન્ય વિમાન સાથે ટકરાયું હતું.
ટકકર બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. આ વિમાનમાં પાયલોટ સહિત ચાર યાત્રીઓ સવાર હતા. સદભાગ્યે ચારેયને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. બે યાત્રીઓને ઈજા થઈ હતી.
અન્ય વિમાન સાથે ટકકર બાદ વિમાનમાં આગ લાગી હતી. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ લેન્ડીંગ વખતે દક્ષિણ દિશાથી આવી રહ્યું હતું ત્યારે રનવેના છેલ્લા છેડે ઉભેલ વિમાન સાથે ટકરાયું હતું અને ટકકર બાદ તેમાં આગ લાગી હતી. સદભાગ્યે જાનહાની નહોતી થઈ, બે યાત્રી ઘાયલ થયા હતા.

