Jamnagar,તા.05
તાજેતરમાં પહેલગામમાં આંતકવાદી દ્વારા હિન્દુ પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી જેમાં ધર્મ પુછી હિંદુ અને હિન્દુઓને અલગ કરી અને ખરાઈ કરી અને ત્યારબાદ હિન્દુઓ ઉપર ગોળીબાર કરીને હત્યા કરી હતી ખરેખર આ ઘટનાથી પૂરો દેશ હચમચી ગયો હતો, ત્યારે જામનગરમાં પણ હિન્દૂ સેના દ્વારા સાધના કોલોની જલારામ મંદિરના ચોકમાં પાકિસ્તાનનો ધ્વજ તેમજ પાકિસ્તાન મુર્દાબાદ ડ્રોઈંગ કરી તેમના પર ચાલી થુંકી અને પાકિસ્તાનને પોતાના જુતા નીચે છે તે દેખાડ્યું હતું. હિન્દુ સૈનિકોએ દુકાને દુકાને જઈ હિંદુઓને સમજાવી નાનામાં નાનીથી માંડી મોટી વસ્તુઓ ખરીદવા હિન્દુઓની દુકાનેથી ખરીદવી આ દુકાન હિન્દુની છે એવા સ્ટીકરો લગાવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ તેમજ વિભાગ અધ્યક્ષ અશોક સોલંકી હાજર રહ્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન હિન્દુ સેનાના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન દ્વારા કરાયું હતું. જેમાં શહેરના સહમંત્રી સંજય ધનવાણી પ્રમુખ હર્ષ ભાનુશાળી, ઉપપ્રમુખ મેહુલ મહેતા, સતિષભાઈ છનિયારા, ચિરાગ ભટ્ટ, યશવંત ત્રિવેદી પૂર્ણકાલીન કિશન નંદા સહિતના અનેક સૈનિકોએ સૂત્રોચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આંતકવાદીઓએ ગોળી મારી, પરંતુ તેમની ઓકાત પગના તળિયામાં છે એટલું જ નહીં કાશ્મીર જતા સર્વે હિન્દુઓને હિન્દુ સેનાની હાથ જોડીને વિનંતી કરી હતી, કે તમે પાંચ વર્ષ માટે કાશ્મીર જવાનું બંધ કરો, આપણા જ રૂપિયાથી આ લોકો હથિયાર ખરીદી ધર્મ પૂછી ગોળી મારે છે. તો પાંચ વર્ષ ભારત દેશની અંદર ફરવાના ઘણા બધા સ્થળો છે ત્યાં જવા માટેની હિન્દુ પરિવારોને હાકલ કરી છે.