શહેરની જાણીતી બિઝનેસ પેઢી મોટો મલ્ટીપેક નામની ભાગીદારી પેઢી પાસેથી બાકીમાં લીધેલા માલ સામાનની રકમ ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે મુંબઈની પેઢીના માલિક વિરલ સંઘવીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબનું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ લોધિકાના મેટોડા સ્થિત મોટો મલ્ટી પેક નામની ભાગીદારી પેઢી પાસેથી મુંબઈ સ્થિત વિરલ એન્ટરપ્રાઇઝ દ્વારા બાકીમાં સ્ટ્રેચ ફિલ્મ ખરીદી હતી જેની નીકળતી લેણી રકમ ચૂકવવા આપેલો 3 લાખનો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ સમય મર્યાદામાં ચેક મુજબની રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદી કંપનીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા અને પ્રસ્થાપિત થયેલા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઈ એડીશનલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એ.પી.ડેર ફરીયાદીનો કેસ પુરવાર માની વિરલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર વિરલ સંઘવીને ૧ વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા.૩,૦૦,૦૦૦/- નું વળતર ચુકવવાનો હુકમ કરેલો અને જો વળતરની રકમ દિન ૬૦ માં ન ચુકવે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ ફરમાવેલો છે..આ કામમાં ફરીયાદી વતી રાજકોટના જાણીતા એડવોકેટ કિશન એમ. પટેલ, જયદીપસિંહ બી. રાઠોડ, જયેશ પી. નાગદેવ, પાર્થરાજસિંહ એમ. જાડેજા, હર્ષવર્ધનસિંહ વી. જાડેજા તથા આદમશા જી. શાહમદાર રોકાયેલ હતા.
Trending
- ‘Kangana Ranaut આવે તો થપ્પડ જ મારી દેજો…’ વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી
- Pakistan ની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો, મેદાન છોડવું પડ્યું,
- સૂર્યકુમારે ભારતની જીત સૈન્યને સમર્પિત કરી સામે પાકને વાંધો હતો
- Asia Cup : ગ્રુપ બીમાં રસપ્રદ સમીકરણો : અફઘાન માટે નિર્ણાયક મેચ
- પાક.નું નાટક – ધમકી ન ચાલ્યા : ICC એ બંને વાંધા ફગાવ્યા
- Asia Cup 2025 : UAEને હરાવી પાક. સુપર-4 માં : હવે ફરી ભારત સાથે ટક્કર થશે
- Aneet Padda ની નવી ફિલ્મ ફાતિમા અને અર્જુન માથુર સાથે
- Arshad Warsi, તુષાર કપૂર અને નરગિસ ફાખરી પણ મસ્તી ફોરમાં