એક પણ વખત કોર્ટ સમક્ષ આરોપી હાજર થયેલ નહી હોવા છતા એક તરફી ફરીયાદીની તરફેણમાં હુકમ કરતી કોર્ટ
Paddhari,તા,18
પડધરી સ્થિત સમ્રાટ પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ પાસેથી બાકીમાં લીધેલા માલ પેટે આપેલા ચેકો પરત ફરવા અંગેનો કેસ
પડધરીના જયુડી. મેજી. આર.આર. બારીયાની કોર્ટ સમક્ષ કાર્યવાહી આગળ ચલાવી આરોપી પક્ષ એક પણ વખત કોર્ટ સમક્ષ હાજર થયેલ નહી હોવા છતા એક તરફી ફરીયાદીની તરફેણમાં હુકમ કરી મહારાષ્ટ્ર, પંજાબ અને નવસારીના પેઢીના સંચાલકને બે વર્ષની સજા અને ચેક મુજબની રકમ દિવસ-૩૦ માં વળતર તરીકે ફરીયાદીને ચુકવવા સૌ પ્રથમ વખતના ચુકાદાઓ જાહેર કરેલ છે.કેસની વિગતે પડધરી સ્થિત સમ્રાટ પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ નામની ભાગીદારી પેઢી પ્લાસ્ટીકના પાઈપ રસા નું ઉત્પાદન કરી દેશ વિદેશમા સપ્લાઈ કરતા હોય જેના વ્યાપારીક વ્યવહાર અન્વયેના બીલ મુજબના લેણી રકમ ચુકવવા પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાતના નવસારી ના વેપારી ધ્વારા અપાયેલા ચેક સમય મર્યાદામાં વસુલાત અર્થે બેન્કમાં રજુ કરતા બેંક માંથી ચેક પરત ફરતા સમ્રાટ પ્લાસ્ટીક ઈન્ડ. ના ભાગીદાર બિપીનભાઈ કાસુન્દ્રાએ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબની કાર્યવાહી પડધરી કોર્ટ સમક્ષ કરેલી હતી. પડધરી કોર્ટ દ્વારા આરોપીઓને સમન્સ બજવણી થયેલી છતા કોર્ટ સમક્ષ હાજર નહી રહેતા. વોરંટ ઈસ્યુ કરેલું જે વોરંટની બજવણી પેનકેન પ્રકારે થવા નહીં દેતા હોય જેથી આરોપીની ગેરહાજરીમાં કાર્યવાહી ચાલી શકતુ ન હોય જેથી ફરિયાદ પક્ષના એડવોકેટ જયેન્દ્ર એચ. ગોંડલીયા ધ્વારા મહારાષ્ટ્રના આઝમી બર્પસના સહજ આઝમી, પંજાબના ગુરૂ રામદાસ સેનેટરી એન્ડ હાર્ડવેર સ્ટોરના ફરજ સિંધ અને નવસારીના કિંગ માર્કેટીંગના રમેશ ભીમાણીને ભાગેડુ જાહેર કરવા કાર્યવાહી કરી જાહેરનામાઓની બહોળી પ્રસિધ્ધી કરાવી હતી.જેથી આરોપીઓની ગેરહાજરીમાં પુરાવો ગ્રાહય રાખી આરોપીઓ વિરૂધ્ધ નો પુરાવો સાબીત માની અદાલતે એક પણ વખતની હાજરી વગર આરોપીઓને નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદ તથા ચેકની દોઢી રકમ ફરીયાદીને હુકમ તારીખથી ૩૦-દિવસમાં ચુકવવા અને રકમ ન ચુકવે તો વધુ ૩ માસની સાદી કેદની સજા ફરમાવતો રાજયનો પ્રથમ મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે. ફરીયાદી સમ્રાટ પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર બિપીનભાઈ કાસુન્દ્રા વતી ગોડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોડલીયા, તથા હિરેન ડી. લિંબડ, દિલીપસિંહ જાડેજા, મોનિષ જોષી, પારસ શેઠ, કુલદિપસિંહ વાઘેલા, કરણ ડી. કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, શીરાકમુદ્દીન એમ. શેરશીયા, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીગા, મૌલીક ગોધાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, કેતન રાખસીયા, દિક્ષીત કોટડીયા, મયુર ગોડલીયા, ધવલ જેઠવા, મનીપ ત્રીવેદી, મનીષ ઠાકર, યશ સોની, ભુમી મહેતા, દિપક રાઠોડ, કૌશીક ઉનાગર, યસ રાદડીયા તથા પ્રિયાસ પિનોરા, પદમાવતીબેન રોકાયેલ હતા.