Jammu and Kashmir,તા.1
પાકિસ્તાની સૈનિકો સતત સાતમા દિવસે રાત્રે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરી રહ્યા છે, પરંતુ દિવસે પાકિસ્તાની ચોકીઓ પણ ગાયબ થઈ જાય છે. ભારતીય જવાનોના જડબાતોડ જવાબથી પાક. સૈનિકો થરથર કાંપી રહ્યા છે.
પાકિસ્તાની સૈનિકો દિવસના અજવાળામાં પુરી રીતે ગાયબ થઈ જાય છે. ચોકીઓ પણ નજરે નથી પડતી પરંતુ રાત પડતા જ ફાયરીંગ કરવા માંડે છે. આનો ઉદેશ રાતના અંધારામાં પાકિસ્તાની સૈનિકોનો આતંકીઓની ઘુસણખોરી કરાવવાનો છે.
ભારતના સૈનિકોના જડબાતોડ જવાબથી ડરી ગયેલા- ધ્રુજી ગયેલી પાકિસ્તાની સેના અને તેના રેન્જરોએ અનેક અગ્રીમ પોસ્ટો પરથી પોતાના ઝંડા ઉતારી દીધા છે અને યુદ્ધની આશંકાથી તેમણે અગ્રીમ વિસ્તારોમાં તોપખાના અને ટેન્ક લાવીને ખડકી દીધી છે.
પાકિસ્તાની ફાયરીંગની પેટર્નના આધારે સુરક્ષા અધિકારીઓનું માનવું છે કે તેની પાછળ પાકિસ્તાની સેનાના બે ઉદેશ છે. પહેલો એ કે ગોળીબારી કરી સૈન્યમાં તનાવ વધારવો અને બીજો ગોળીબારીની આડમાં આતંકીઓની ઘુસણખોરી નિશ્ચિત કરવી.
પાકિસ્તાને ભારતીય સેનાના જવાબથી પોતાની ચોકીઓ અને ઝંડાઓ ઉતારી લીધા છે. આ ઉપરાંત પાક. રેન્જરો ઉપરાંત પાક. નાગરિકોની આવન-જાવન પણ દિવસે ઓછી દેખાય છે.