Pakistan, તા.10
પાકિસ્તાનના નેતાઓ અવારનવાર પોતાની પરમાણુ તાકાતનો દમ ભરતા હોય છે અને ભારતને પરમાણુ એટેકની ધમકી પણ આપતા હોય છે. પાકિસ્તાનના પરમાણુ હથિયાર અને ભારત સાથે સંબંધોને લઈને રાજકીય આલોચક કમર ચીમાએ ડિફેન્સ એકસપર્ટ અને ઈસ્લામાબાદની કાયદે આઝમ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. અદનાન બુખારી સાથે વાત કરી છે. બુખારીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ખરેખર પાકિસ્તાનની પરમાણુ તાકાત શું છે.
ચીમા સાથે વાત કરતા ડો. બુખારીએ કહ્યું હતું કે બીજા વિશ્ર્વ યુદ્ધમાં જાપાનમાં પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો તેનાથી બેહિસાબ તબાહી થઈ હતી. આથી પરમાણુ હથિયારો પર ચર્ચા છેડાઈ હતી. ત્યારબાદ 1950ના દાયકામાં અમેરિકામાં ટેકિટકલ ન્યુકિલયર વેપન (સામરિક પરમાણુ હથિયાર) બનાવવામાં આવેલા. આ પુરા શહેરને નષ્ટ કરનાર પરમાણુ હથિયારની તુલનામાં ઓછા તાકાતવર હોય છે. ભારત અને પાકિસ્તાને 90ના દાયકામાં પરમાણુ પરીક્ષણ કરેલ અને તેના કેટલાક વર્ષો બાદ 2011માં ટેકિટકલ ન્યુકિલયર વેપનને પોતાની સેનામાં સામેલ કર્યા હતા.
કેટલું નુકસાન કરી શકે છે ટેકિટકલ ન્યુકિલયર વેપન: કમર ચીમાએ સવાલ કર્યો કે જો પાકિસ્તાન ભારતના કોઈ નજીકના શહેર પર ટેકિટકલ ન્યુકિલયરથી હુમલો કરે તો શું થાય, એવું તો ન થાય કે તેની અસર પાકિસ્તાનમાં જોવા મળે, કારણ કે બન્ને દેશ એકબીજાની પાસે છે, બુખારીએ જવાબ આપ્યો કે ટેકિટકલ ન્યુકિલયર વેપર 5 કિલોથી 15 ટન સુધીના હોઈ શકે છે. જાપાનના નાગાસકી અને હીરોસીમામાં 15થી25 ટન ક્ષમતાના અણુબોમ્બનો ઉપયોગ થયો હતો, ટેકિટકલ ન્યુકિલયર વેપનનું ટારગેટ મિલિટ્રી કે સેનાનું માળખુ જ હોઈ શકે છે.
કમર ચીમાએ પૂછયું કે ભારતના સેના પાકિસ્તાનની જમીન પર કબ્જો કરે તો પાક. આર્મી ટકિટકલ ન્યુકલીયર વેપનનો ઉપયોગ કરી શકે? જેના જવાબમાં બુખારીએ કહ્યું કે તે રણનીતિક નિર્ણય હશે કે કેવી રીતે જવાબ આપવો. આમ કરી શકાય પણ આવું કંઈ થયું તો ભારત ખતરનાક પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે, જે પાકિસ્તાનમાં તબાહી મચાવી દે. કારણ કે હુમલાની સ્થિતિમાં ભારતને પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની તક મળી શકે છે.