New Delhi,તા.11
આ વર્ષના અંતે રમાનારા એશિયાકપ તથા જુનીયર વિશ્વકપ હોકી સ્પર્ધામાં ભારતમાં પાકિસ્તાનની ટીમને મોકલવા અંગે ભારતે હકારાત્મક વલણ દાખવ્યા બાદ હવે પાકિસ્તાને નવા પેતરા શરુ કરી દીધા છે અને તે પાકિસ્તાનની ટીમને ભારત મોકલતા પુર્વે સુરક્ષા સંબંધી ભારતમાં કોઈ જોખમ તો નથી ને તેની તપાસ કરશે.
પાકિસ્તાનની સરકારની ટીમ આ માટે ભારત આવવા માંગે છે. પાકના હોકી ફેડરેશનના વડા રાણા મસુદ એ એક વિધાનમાં જણાવ્યું કે જો પાકિસ્તાન સરકારને એ સંતોષ થશે કે ભારતમાં પાકિસ્તાનની હોકી ટીમ અને તેમના સભ્ય પુરી રીતે સુરક્ષિત છે.
તો જ તેને ભારતમાં સ્પર્ધા રમવા મોકલશે અને જો તેમાં સંતોષ નહી થાય તો પાકિસ્તાન તેના ખેલાડીઓને ખતરામાં નાંખશે નહી. ભારતે અગાઉ પાકિસ્તાનમાં રમાયેલા ક્રિકેટ કપ માટે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા ઈન્કાર કર્યો હતો અને ભારતના તમામ મેચો દુબઈમાં રમાયા હતા તે સમયે તા.27 ઓગષ્ટથી શરુ થનારી એશિયાકપ સ્પર્ધા પુર્વે જ પાકિસ્તાને નવી શરત મુકી છે.