Pakistan,તા.19
Americaએ Pakistanના આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનું મહોરુ સંગઠન ‘The Resistance Front (TRF)’ ને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરતા Pakistanના પેટમાં તેલ રેડાયું છે અને India વિરુદ્ધ ઝેર ઓકીને કહ્યું હતું કે અમે પણ આતંકવાદની વિરુદ્ધ Americaએ TRFને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરતા Americaના આ નિર્ણય સામે પાકિસ્તાને નારાજગી જાહેર કરી છે અને આરોપ લગાવ્યો છે.
India આ ફેસલાનો માત્ર ફાયદો ઉઠાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકી હુમલાની જવાબદારી TRFએ લીધી હતી. Americaના ફેસલા પર પાકિસ્તાને કહ્યું છે કે લશ્કર એ તૈયબા એક નિષ્ક્રીય સંગઠન છે.
આટલું જ નહીં પાકિસ્તાને પહેલગામ હુમલામાં TRFની ભૂમિકાને પણ ફગાવી દીધી છે. Pakistanના વિદેશ કાર્યાલયમાંથી જાહેર નિવેદન મુજબ Pakistan આતંકવાદના બધા રૂપો અને અભિવ્યક્તિની નિંદા કરે છે. આતંકવાદ વિરુદ્ધ શૂન્ય સહિષ્ણુતા અને આંતરરાષ્ટ્રીય સહયોગ અમારી નીતિનો આધાર છે.
અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી પહેલગામ આતંકી હુમલા મામલામાં ન્યાય સંબંધી રાષ્ટ્રપતિ ટ્રમ્પના વલણ પર અમલની અમેરિકાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.