Pakistan,તા. 8
પાકિસ્તાન સરકારે બલુચિસ્તાન પ્રાંતમાં ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન વિભાગે સુરક્ષા કારણોસર 31 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ બંધ રાખવા અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ઇન્ટરનેટ બંધ કરવાના નિર્ણય પછી, પ્રશ્ર્ન એ ઉભો થઈ રહ્યો છે કે પાકિસ્તાની સેના બલુચિસ્તાનમાં શું કરવા જઈ રહી છે? તાજેતરમાં, પાકિસ્તાન સરકારે ખૈબર પખ્તુનખ્વામાં ઇન્ટરનેટ બંધ કરીને એક કાર્યવાહી હાથ ધરી હતી.
આતંકવાદીઓને મારવાના નામે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં ઘણા નાગરિકો પણ માર્યા ગયા હતા. ખૈબર પછી બલુચિસ્તાન પાકિસ્તાનનું સૌથી સંવેદનશીલ રાજ્ય છે.
આ વર્ષના પહેલા 6 દિવસમાં બલુચિસ્તાનમાં 286 હુમલા થયા હતા. આ હુમલાઓમાં 700 થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ ટીમ અનુસાર, તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓ બલુચ લડવૈયાઓને તાલીમ આપી રહ્યા છે. આ માટે, બલુચિસ્તાનમાં 2 તાલીમ કેન્દ્રો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
પાકિસ્તાની સેનાના સૈનિકો અને પાકિસ્તાન સરકારી અધિકારીઓ બલૂચ લડવૈયાઓના નિશાના પર છે. બલૂચ લડવૈયાઓ સ્વતંત્રતા માટે લડી રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર મીર યાર બલોચે સોશિયલ મીડિયા પર ઇન્ટરનેટ બંધ કરવા અંગે એક પોસ્ટ લખી છે.
મીર યારના મતે, એક તરફ સરકારે પાકિસ્તાનમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. બીજી તરફ, બલૂચ લડવૈયાઓએ રેલ્વે ટ્રેક સહિત તે સ્થળો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે, જે બલૂચિસ્તાનમાં સૌથી સુરક્ષિત માનવામાં આવતા હતા.