Morbi,તા.25
યુવા અગ્રણીએ આતંકી હુમલાનો વિરોધ કરવા નવતર પ્રયોગ કર્યો
કાશ્મીરના આતંકવાદી હુમલાનો સમગ્ર દેશમાં વિરોધ નોંધવામાં આવી રહ્યો છે આજે મોરબીની બજારો સજ્જડ બંધ રાખી તેમજ મૌન રેલી અને પુતળા દહન સહિતના કાર્યક્રમો થકી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે યુવા અગ્રણીએ નગર દરવાજા અને નવા બસ સ્ટેન્ડ પાસે રોડ પર પાકિસ્તાની ધ્વજ પેન્ટિંગ કરાયું છે જેના પર રોજ ચાલીને અપમાન કરવામાં આવશે
મોરબીના યુવા અગ્રણી અજયભાઈ લોરિયા દ્વારા શહેરના નગર દરવાજા અને નવા બસ સ્ટેન્ડ ખાતે પાકિસ્તાની ધ્વજ રોડ પર પેન્ટિંગ કરાવવામાં આવ્યું છે બંને સ્થળે પાકિસ્તાની ધ્વજ દોરવામાં આવ્યો છે જેના પરથી રોજ હજારો મોરબીવાસીઓ, રાહદારીઓ અને બાઈક ચાલકો ચાલીને પાકિસ્તાનના ધ્વજનું અપમાન કરશે આતંકવાદી હૂમલાનો સૌ કોઈ વિરોધ કરી રહ્યા છે ત્યારે યુવા અગ્રણીએ નવતર પ્રયોગ કરી વિરોધ નોંધાવ્યો છે