Islamabad,તા.28
પહેલગામમાં આતંકવાદી હુમલો થયો એને કારણે ભારતે આકરાં પગલાં ભર્યા છે. ભારત સાથેના યુદ્ધની સંભાવનાઓને લીધે પાકિસ્તાનની સેનામાં ફફડાટ મચી ગયો છે. મોતના ડરે હજારો પાકિસ્તાની સૈનિકોએ નોકરીમાંથી રાજીનામું આપી દીધાના સમાચારની સાહી હજુ તાજી છે ત્યાં તો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સહિત અન્ય ટોચના અધિકારીઓ પણ પાકિસ્તાન છોડીને ભાગી ગયા હોવાના વાવડ મળ્યા છે.
એવી અટકળો ચાલી રહી છે કે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર (Pakistan Army Chief General Asim Munir) તેમના પરિવાર સાથે પાકિસ્તાન છોડીને ભાગી ગયા છે. મુનીર ઉપરાંત આઈએસપીઆર (ઈન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ) ના ડિરેક્ટર જનરલ અસીમ મલિક અને સીજેસીએસસી (ચેરમેન જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી)ના જનરલ સાહિર શમશાદ મિર્ઝા પણ પાકિસ્તાન છોડીને અનુક્રમે યુનાઈટેડ કિંગડમ અને અમેરિકા સ્થળાંતર કરી ગયા છે. તેમણે પલાયન થવા માટે ખાનગી જેટનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં લગભગ પાંચ હજાર પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓએ નોકરી છોડી દીધી છે અને ઘરભેગા થઈ ગયા છે. રાજીનામાં આપવાનો સિલસિલો હજુ ચાલુ જ છે, એ હદે પાકિસ્તાની સેનામાં ગભરાટ ફેલાયો છે. સ્થિત એટલી હદે વણસી ગઈ છે કે, પાકિસ્તાની સેનાના સિનિયર અધિકારીઓએ રાજીનામાની વધતી સંખ્યાને રોકવાની અપીલ કરવી પડી છે. તેમને ડર છે કે જો આ વલણ બંધ નહીં થાય તો તમામ સૈનિકોનું મનોબળ તૂટી જશે, જેનાથી ભારત સાથેના સંભવિત યુદ્ધમાં પાકિસ્તાન લડત જ નહીં આપી શકશે.
મોટાભાગના સૈનિકો અને અધિકારીઓ તેમના પરિવારના દબાણને કારણે નોકરી છોડી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. સૈનિકો અને એમના પરિજનોને ડર છે કે જો યુદ્ધ થયું તો પાકિસ્તાનની હાર નિશ્ચિત છે તેથી યુદ્ધમાં મૃત્યુ થવાના ડરથી સૈનિકો રાજીનામું આપી રહ્યા છે.
પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલા માટે આતંકવાદી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) એ શરૂઆતમાં જવાબદારી લીધી હતી, પણ ગણતરીના દિવસોમાં તેના ફાંકામાંથી હવા નીકળી ગઈ. ‘લશ્કર-એ-તૈયબા’ (LeT) ની જ શાખા એવું TRF હવે એમણે હુમલો નથી કરાવ્યો એવું કહીને ફસકી પડ્યું છે. દોષનો ટોપલો બીજા પર ઢોળતા તેમણે કહ્યું છે કે, તેઓ ‘હેકિંગ’નો ભોગ બન્યા છે. તેમના એક ડિજિટલ પ્લેટફોર્મ પરથી હુમલાની જવાબદારી લેતો જે સંક્ષિપ્ત સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો હતો, એ તેમણે નહોતો કર્યો. કોઈક બીજાએ એમનું એકાઉન્ટ હેક કરીને એ પોસ્ટ લખી હતી. ભારતની સૈન્યશક્તિ સામે ખાસી કમજોર એવી પાકિસ્તાનની સેનામાં હડકંપ મચેલો છે ત્યારે ભારતે તકનો લાભ ઉઠાવીને પાકિસ્તાન પર હુમલો કરી જ દેવો જોઈએ. દુશ્મન દેશનો ઘડોલાડવો કરવાની આવો મોકો વારંવાર નથી મળતો. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ!