તગડો અને સમયસર પગાર મેળવતા સરકારી અમલદારો-કર્મચારીઓની રૂપિયાની ભુખ કેટલી!
Palanpur તા.૨૦
રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેની કામગીરી બદલ સરકાર દ્વારા તગડો અને સમયસર પગાર ચુકવાતો હોવા છતા અવારનવાર અનેક કિસ્સાઓમાં પોતાની સતાનો ઉપયોગ કરવા બદલ અરજદારો પાસેથી હજ્જારોની લાંચ માંગવામાં આવી રહી છે. જેમાં ફરિયાદ બાદ લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ભ્રષ્ટાચારીઓને ઝડપી પાડવામાં આવતા હોવા છતા ભ્રષ્ટાચાર-લાંચ માંગવાના કિસ્સાઓમાં કોઈપણ પ્રકારે ઘટાડો નજરે ચડતો ન હોવાથી લાંચિયાઓમાં એ.સી.બી. તેમજ કાયદાકીય સજાનો કોઈ ડર રહયો ન હોવાથી લાંચ માંગવાના કિસ્સાઓ સતત વધી રહયા છે. આજે રાજ્યમાં કેન્દ્રીય જી.એસ.ટી. કચેરી પાલનપુરનો ઈન્સ્પેકટર તેમજ કડીમાં ડિકોય ટ્રેપમાં સામુહિક આરોગ્ય કેન્દ્રનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાય જવા પામેલ છે.
પાલનપુર ખાતે આવેલ કેન્દ્ર સરકારની વસ્તુ સેવા કર વિભાગની કચેરીમાં પોતાનો ધંધો શરૂ કરવા જી.એસ.ટી.નંબર મેળવવા અરજદાર દ્વારા ઓનલાઈન અરજી દાખલ કરાયેલ હતી. જે અરજી સંદર્ભે કચેરીના ઈન્સ્પેકટર હનુમાન પ્રસાદ આર.બૈરવાએ અરજદારને ફોન કરી અરજીની ખરાઈ કરવા સ્થળ મુલાકાત લઈ ફોટા પાડી તેનો હકારાત્મક રિપોર્ટ આપવાના બદલામાં રૂા.૨૦૦૦ ની લાંચ માંગેલ આ મામલે અરજદારના પુત્રએ બનાસકાંઠા એ.સી.બી.કચેરીના ઈન્સ્પેકટર એન.એ.ચૌધરી સમક્ષ ફરીયાદ દાખલ કરાવતા સરહદી એકમ એ.સી.બી.ના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શનમાં છટકુ ગોઠવવા નકકી કરાયેલ.
દરમ્યાન અરજદાર પાસે લાંચ માંગનાર સી.જી.એસ.ટી.કચેરીના ઈન્સ્પેકટર હનુમાનપ્રસાદ રામકિશન બેરવાએ આજે લાંચની રકમ આપવા જણાવેલ હોવાથી એ.સી.બી.ઈન્સ્પેકટર એન.એ.ચૌધરીની સીધી દેખરેખ હેઠળ લાંચ આપવાના સ્થળ નજીક સાક્ષી અને પંચોની તેમજ સ્ટાફની મદદથી ગોઠવાયેલ છટકામાં હનુમાનપ્રસાદ રૂા.૨૦૦૦ ની લાંચ સ્વિકારતા કચેરી નજીક જાહેરમાર્ગ પર ઝડપાય જેતા એ.સી.બી. સ્ટાફ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવેલ છે.
Related Posts
Add A Comment