Mumbai,તા.10
‘મિર્ઝાપુર’ વેબ સીરીઝ પરથી બની રહેલી ફિલ્મમાં ‘પંચાયત’ અને ‘કોટા ફેક્ટરી’ જેવા વેબ શોઝથી પોપ્યુલર બની ગયેલા જીતેન્દ્ર કુમારની એન્ટ્રી થઈ ચૂકી હોવાનું અગાઉ કન્ફર્મ થયું હતું. પરંતુ, તેના રોલ વિશે સ્પષ્ટતા ન હતી. હવે એ સ્પષ્ટ થયું છે કે જીતેન્દ્ર કુમાર ‘પંચાયત’ વેબ સીરીઝમાં વિક્રાંત મેસીએ ભજવેલી બબલુ પંડિતની મુખ્ય ભૂમિકા ભજવશે.
કહેવાય છે કે સીરીઝ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી થયું ત્યારે જ વિક્રાંતે તેમાં કામ કરવાની ના પાડી દીધી હતી. વિક્રાંતને હવે ફિલ્મોમાં વધારે પડકાર રૂપ ભૂમિકાઓ ભજવવી છે. વધુમાં, સીરીઝની પહેલી સીઝનમાં તેના પાત્રનું મોત થતું બતાવી ટૂંકાવી દેવાયું હતું તેનાથી તે નારાજ પણ હતો.
વિક્રાંતે ઇનકાર કર્યા પછી ફરહાન અખ્તર નવા બબલુ પંડિતની શોધમાં હતો. સામાન્ય ગેંગસ્ટર જેવો રફટફ ન દેખાતો હોય અને બાહુ બળ કરતાં બુદ્ધિથી વધારે કામ લેતો હોય તેવા ગેંગસ્ટરના રોલમાં તેને જીતેન્દ્ર કુમાર વધારે ફિટ લાગ્યો હતો. ઓટીટી સ્પેસ પર હિટ થયા બાદ જીતેન્દ્ર કુમારને બોલિવૂડના કોઈ મોટાં બેનરથી મોટા પડદે આગળ વધવું હતું અને આ માટે તેને ફરહાન અખ્તરનું બેનર વધારે યોગ્ય લાગ્યું હતું.
સીરીઝના મૂળ કલાકારો પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા, શ્વેતા ત્રિપાઠી ફિલ્મ વર્ઝનમાં પણ પોતાની ભૂમિકાઓ માં યથાવત રહેશે તેમ જાણવા મળે છે. આ ઉપરાંત ફિલ્મ વર્ઝનમાં રવિ કિશન ની પણ નવી એન્ટ્રી થઈ છે. થોડા સમય પહેલાં ફિલ્મ ની મુહૂર્ત વિધિ થઈ હતી. તેમાં જીતેન્દ્ર કુમાર અને રવિ કિશન બંને એ હાજરી આપી હતી.