બાપુને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે
Rajkot, તા. ૩
પરબધામ આશ્રમના મુખ્ય મહંત સંત કરસનદાસ બાપુને હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બાપુને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ સમાચાર મળતા જ દેશભરમાં ફેલાયેલા તેમના લાખો ભક્તોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
અહીં ઉલ્લેખનિય છે કે, સંત કરસનદાસ બાપુની તબિયત લથડતા તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક એક્શન લઈને તેમને રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની તબિયત સુધારવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
બાપુની નાજુક તબિયતના સમાચાર વાયુવેગે પ્રસરતા પરબધામ સાથે જોડાયેલા અને કરસનદાસ બાપુમાં આસ્થા ધરાવતા ભક્તોમાં વ્યાપક ચિંતા જોવા મળી રહી છે. જોકે, હાલમાં બાપુની સારવાર ચાલી રહી હોવાથી અને હોસ્પિટલમાં ભીડ ન થાય તે હેતુથી તેમના ભક્તોને હોસ્પિટલ ખાતે કોઈ ન આવે તેવી અપીલ કરવામાં આવી છે. ડોક્ટરો દ્વારા બાપુને સંપૂર્ણપણે સ્વસ્થ કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે અને ભક્તો તેમના સ્વાસ્થ્ય સુધારણા માટે પ્રાર્થના કરી રહ્યા છે.