Rajkot, તા.14
યુનિવર્સીટી રોડ પર 8 મહિના પહેલા લગ્ન કરનાર પરિણિતાનો ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે મળતી માહિતી મુજબ, કૈલાસબેન (ઉંમર વર્ષ 27)ના હજુ 8 મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેમના પતિ દિલીપસિંહ સોલંકીને કાલાવડ રોડ પર શ્રીજી હોટલ પાસે પાનની દુકાન છે.
કૈલાસબેનનું માવતર ઉનાના પડા ગામે છે. પિતા નાનુભાઈ ગોહિલ ખેતી કામ કરે છે. સાસરિયા પક્ષના લોકોએ જણાવ્યા મુજબ, ગઈકાલે રાત્રે જમીને વાસણ સાફ કર્યા બાદ કૈલાસબેન પોતાના રૂમમાં ઉપરના માળે જતા રહ્યા હતા.
પતિ દિલીપસિંહ અને ઘરના બીજા સભ્યો ટીવી જોતા હતા. ટીવી જોઈને પ્રદીપસિંહ ઉપર રૂમમાં સુવા માટે ગયા ત્યારે રૂમમાં બાથરૂમનો દરવાજો બંધ હોવાથી ખખડાવતા તે ન ખોલતા ઘરના બીજા સભ્યોને બોલાવી દરવાજો તોડતા, કૈલાશબેન બાથરૂમમાં ગળાફસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવતા ડોક્ટરે તપાસીને મૃત જાહેર કર્યા હતા. યુનિવર્સિટી પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી હતી.
બીજા એક બનાવમાં દેવશીભાઈ કરશનભાઈ પરમાર (ઉંમર વર્ષ 45 રહે.મનહરપુર-1 જામનગર રોડ, રાજકોટ) આજરોજ સવારના સાતેક વાગ્યાંની આસપાસ પોતે ઘરે હતા ત્યારે કોઈ કારણોસર સાડી પંખામાં બાંધી ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોકટરે મૃત જાહેર કર્યાં હતા. દેવશીભાઈ 3 ભાઈ 1 બહેનમાં મોટા હતા. તેમને સંતાનમાં 2 દીકરા છે. દેવશીભાઈના આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.