New Delhi,તા.28
વિશ્વ અને દેશમાં નવા આર્થિક પડકારો વચ્ચે મહત્વપૂર્ણ સંસદનું બજેટ સત્ર આજે શરૂ થતા જ દિલ્હીમાં પણ રાજકીય ગરમી વધી ગઈ છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બન્ને સદનોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે.
સરકારની કામગીરીના પ્રતિબિંબ ઉપરાંત આગામી સમયનો રોડ મેપ પણ રજૂ કરશે. આજથી શરૂ થયેલુ સત્ર તા.2 એપ્રિલ સુધી ચાલશે. જેમાં પ્રથમ તબકકાએ તા.13 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી સત્ર `રજા’ રાખશે.
આજે સત્ર ચાલુ થયા બાદ કાલે આર્થિક સર્વે રજુ થશે અને દેશના ઈતિહાસમાં પ્રથમ વખત રવિવારે આગામી નાણાકીય વર્ષનું કેન્દ્રીય બજેટ રજુ થશે. આર્થિક સર્વેએ બજેટના ત્રણ દિવસ પુર્વે લવાયું છે તે પણ એક નવી પરંપરા છે.
ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારામને નાણામંત્રાલયને ઉચ્ચ અધિકારીની તેમની ટીમ સાથે પરંપરાગત હલવા સેરેમની યોજી હતી તથા બજેટ પુર્વે સર્વેના મોઢા મીઠા કરાવ્યા હતા.
આ સત્રમાં સરકાર નવ અલગ અલગ મહત્વના આર્થિક સહિતના ખરડાઓ રજુ કરવા જઈ રહી છે જે ઉપરાંત અનેક રાજકીય મુદાઓ પણ સંસદને ધમરોળશે.

