Mumbai, તા.26
દેશમાં વિવિધ સંસદીય સમિતિના પ્રવાસમાં હવે મહારાષ્ટ્રમાં પહોંચેલી કમીટીની આગતા સ્વાગતામાં જે ખર્ચ થયો તેનો વિવાદ સર્જાયો છે. સંસદની એસ્ટીમેન્ટ બાબતોની કમીટીના બે દિવસનો કાર્યક્રમ મુંબઈમાં યોજાયો છે.
વિધાનસભા કોમ્પ્લેક્ષમાં અંદાજે 600 મહેમાનોની આગતા સ્વાગતા પણ આ કમીટી સાથે કરવામાં આવી હતી અને તેમાં કમીટી અને મહેમાનો માટે રૂા.5000ની ડીસ અને તેમાં પણ રૂા.550માં ભાડે લેવાયેલી ચાંદીની ડીસમાં ભોજન પીરસાતા કોંગ્રેસ પક્ષે તેના રાજય સરકારના દેવાળીયા જેવા વર્તનને ગણાવ્યું હતું.
કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા વિજય વેડીટ્ટીવરએ જણાવ્યું કે, આ જંગી ખર્ચ કરવાની શું જરૂર છે? એક તરફ સરકાર ખેડૂતોને તેમના લેણા ચૂકવી શકતી નથી અને કલ્યાણકારી યોજનાઓ માટેના બજેટમાં કાપ મુકાયો છે તે સમયે સંસદીય કમીટીના બે દિવસના સમારોહમાં જે ખર્ચા થઈ રહ્યા છે તે ગજબનાક છે.
દેશના સાંસદો કે દેશની પરિસ્થિતિથી વાકેફ છે તેમને ચાંદીની થાળીમાં અને તેમા પણ રૂા.5000ની ડીસનું ભોજન આપવાની શું જરૂર છે એ પણ 600 મહેમાનોને આમંત્રીત કરાયા હતા. અને તેથી જ રૂા.27 લાખનો ખર્ચ કરાયો.