New Delhi,તા.21
આજથી શરુ થયેલા સંસદનાં ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ સરકાર અને વિપક્ષ વચ્ચે ટકકર શરુ થઈ ગઈ છે અને આજે બેઠકના પ્રારંભે જ બંને ગૃહોમાં વિપક્ષોએ પહેલગામ હુમલા તથા ઓપરેશન સિંદુર તેમજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે રીતે ભારત-પાક વચ્ચે યુદ્ધ વિરામના દાવા સહિતના મુદે લોકસભા અને રાજયસભા સવારે એક કલાક માટે મુલત્વી રહ્યા બાદ બપોર બાદ કામકાજ શરુ થયુ છે.
રાજયસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ અમદાવાદમાં થયેલા એરઈન્ડીયા વિમાની દુર્ઘટના અંગે ઉપલાગૃહને માહિતી આપવાનું શરુ કર્યુ છે જયારે લોકસભામાં સરકાર પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદુર અંગે નિવેદન કરે તેવા સંકેત છે.
જો કે બંને ગૃહોના પ્રારંભે જ વિપક્ષી સાંસદોએ ગૃહમાં ઉભા થઈને સરકાર પાસે અનેક મુદાઓ પર જવાબ માંગવાની કોશિશ કરી હતી. પરંતુ અધ્યક્ષે પ્રશ્નકાળ ચાલવા દેવા વિનંતી કરતા વિપક્ષોએ ધમાલ વધારી હતી અને બપોરે એક કલાક માટે બંને ગૃહો મુલત્વી રહ્યા હતા.
જો કે બાદમાં પણ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાનના જવાબની માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે ગૃહમાં સંરક્ષણ મંત્રીને બોલવાની મંજુરી અપાઈ છે. પરંતુ હું વિપક્ષનો નેતા હોવા છતાં પણ બોલવાની મંજુરી અપાઈ નથી. કોંગ્રેસે આ મુદે ધમાલ મચાવી હતી અને લોકસભા બપોરે બે વાગ્યા સુધી મુલત્વી રહી છે.