Surat તા.29
સુરતથી કોલકતા જતી ફલાઈટમાં મુસાફરે બીડી પીતા ધરપકડ કરવામાં આવી હતી. સુરક્ષા વચ્ચે પણ મુસાફર બીડી અને માચીસ-લાઈટર સાથે લઈ જઈ શકતા સલામતી સામે પણ સવાલ ઉઠયા હતા. નવસારીમાં રહેતા અશોક બિશ્વાસ નામનો પ્રવાસી વતન પશ્ચિમ બંગાળ જઈ રહ્યો હતો.
ફલાઈટના વોશરૂમમાંથી ધુમ્રપાનની ગંધ આવતા એર હોસ્ટેસે તુર્ત ધ્યાન દોર્યુ હતુ. ચકાસણી કરાતા પ્રવાસીની બેગમાંથી બીડી અને માચીસ મળી આવતા હતા. તેને ફલાઈટમાંથી ઉતારીને પોલીસને હવાલે કરાતા હતા.
પોલીસે અન્ય પ્રવાસીઓની જીંદગી જોખમમાં મુકતા કૃત્ય અંગે ભારતીય ન્યાયસંહિતાની કલમ 125 હેઠળ ગુનો દાખલ કર્યો હતો.