Morbi,તા.03
મોરબીના નવાડેલા રોડ પરથી ગાંધી ચોક સુધી રીક્ષામાં બેસીને જતા મુસાફર સાથે ધક્કામુક્કી કરી મુસાફરોના સ્વાંગમાં બેસેલ અજાણ્યા પુરુષ અને મહિલાએ નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રોકડ રૂ ૧૮,૦૦૦ ચોરી કરી હતી એ ડીવીઝન પોલીસે રીક્ષા ચાલક અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના બાયપાસ રોડ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા ભરતભાઈ હીરાભાઈ ડાભીએ સીએનજી રીક્ષા ચાલક અને તેની સાથેનો એક અજાણ્યો પુરુષ અને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ભરતભાઈ નવાડેલા રોડથી નહેરુ ગેટ પાસે આવેલ શાક માર્કેટ જવા રોડ પર ઉભા હતા ત્યારે સીએનજી રીક્ષા આવતા તેમાં બેસી ગયા હતા અને રીક્ષામાં બેસેલ અજાણ્યા પુરુષ અને મહિલાએ ધક્કા મુક્કી કરી ફરિયાદીની નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રોકડ રૂ ૧૮ હજારની ચોરી કરી ગયા હતા મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે