Patan ,તા.૨૨
પાટણ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ મોટી કાર્યવાહી કરી છે. પાણી પુરવઠા બોર્ડના ઉપક્રમ વાસ્મો ઓફિસના સહાયક ટેકનિકલ એન્જિનિયર રવિ શાંતિલાલ દરજીને ૧ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડવામાં આવ્યા છે. આ કેસમાં, ફરિયાદીએ સરકારની નળ પાણી યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩માં સમી તાલુકામાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કર્યું હતું.
આ કામના છેલ્લા હપ્તાનું બિલ ૩૮,૪૪,૫૯૮ રૂપિયા બાકી હતું. આરોપી એન્જિનિયરે બિલમાંથી કોઈ કપાત કર્યા વિના ચેક જમા કરાવવા માટે ૧ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ લાંચ આપવાનો ઇનકાર કર્યો અને પાટણ એસીબીનો સંપર્ક કર્યો.એસીબીએ છટકું ગોઠવ્યું અને આરોપીને જલ ભવન ઓફિસ પરિસરમાં લાંચ લેતા રંગે હાથે પકડી લીધો.
આ કાર્યવાહી એસીબી પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનું નિરીક્ષણ છઝ્રમ્ બોર્ડર યુનિટ ભુજના સહાયક નિયામક કે.એચ. ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. આરોપી પાસેથી લાંચની સંપૂર્ણ રકમ ૧ લાખ રૂપિયા મળી આવી છે. આ મામલે છઝ્રમ્એ વધુ તપાસ શરૂ કરી છે.