Rajkot,તા.31
ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્થાનિક ચુંટણીઓ પુર્વે માતાનું સ્થાન બનાવવા કોશીશ કરી રહેલા આમ આદમી પાર્ટી હવે પાટીદાર- ખેડૂત વર્ગને પોતાની સાથે રાખવા કોશીશ કરી રહી છે અને વધુ એક વખત ખેડુતોના મુદે આજે સૌરાષ્ટ્ર આવેલા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાટીદાર સમાજના મહિલા આગેવાન જિગીષા પટેલે વિધિવત રીતે રાજકારણમાં પ્રવેશ કરી લીધો છે.
આજરોજ અરવિંદ કેજરીવાલની હાજરીમાં તેમને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. રાજકોટ, અમદાવાદ હાઇ-વે પર આવેલા પ્રભુ ફાર્મ ખાતે જિગીષા પટેલે આમ આદમી પાર્ટીનો ખેસ ધાર કર્યો હતો.
તેઓએ કહ્યું કે, વડીલોએ મને રાજકારણમાં જોડાવવા કહ્યું એટલે AAPમાં જોડાવવા નિર્ણય કર્યો જિગીષા પટેલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં જોડાવવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ ન હતો.
10 વર્ષથી સમાજ માટે લડી રહ્યા છીએ અને તાજેતરમાં સરદાર યાત્રામાં 12 દિવસ ગુજરાતમાં અનેક જગ્યાએ ફર્યા ત્યારે વડીલોએ મને રાજકારણમાં જોડાવવા કહ્યું હતું. જેથી, મેં આમ આદમી પાર્ટીમાં જોડાવવા નિર્ણય કર્યો છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં હું એક કાર્યકર્તા તરીકે પાર્ટીમાં જોડાઈ છું. મારી કોઈ અપેક્ષા નથી પાર્ટી જે કામ કે જવાબદારી સોંપશે એ હું નિભાવીશ. હાલમાં હું કોઈ કમિટમેન્ટ સાથે પાર્ટીમાં જોડાઈ નથી.
આવતા દિવસોમાં ચૂંટણી આવશે તેમાં પણ હું પાર્ટીને જીતાડવા માટેના પુરા પ્રયત્નો કરીશ. મારે જનતા ના હક માટે લડવું છે અને તેના માટે સારી રાજકીય પાર્ટી મળી છે અને એટલા માટે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ છું.
જિગીશા પટેલ સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી છે. જીગીશા પટેલ પાટીદાર સમાજની કુર્મી સેનાના મહિલા અધ્યક્ષ પણ છે. પાટીદાર સમાજના મત કબ્જે કરવા AAP એ માસ્ટર સ્ટ્રોક માર્યો છે.
આજે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત યોજાશે, જેમાં ખેડૂતોના મુદ્દાઓને લઈને મોટું મહાસંમેલન યોજાનાર છે. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજરી આપશે. બંને નેતાઓ ભાજપના પહોંચ્યા હતા.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-12ના મહિલા કોર્પોરેટરના પતિ મૌલિક દેલવાડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા. ભાજપના કોર્પોરેટર અસ્મિતા દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયા કે જેઓ વોર્ડ નંબર-12ના પૂર્વ મહામંત્રી છે. આજે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ તેમને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું.




