પ્રકાશ રાજે તિરુપતિ પ્રસાદ કેસમાં ૧૧ દિવસનું ’પ્રાયશ્ચિત’ કરી રહેલા નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પર કરી હતી ટિપ્પણી
Andhra Pradesh,તા.૨૪
તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળને લઈને બે દિગ્ગજ કલાકારો આમને-સામને આવ્યા છે. હકીકતમાં, પીઢ કલાકાર પ્રકાશ રાજે તિરુપતિ મંદિર પ્રસાદ કેસમાં ૧૧ દિવસનું ‘પ્રાયશ્ચિત’ કરી રહેલા નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પર ટિપ્પણી કરી હતી. પ્રકાશ રાજે કહ્યું છે કે, “નાયબ મુખ્યમંત્રી અને અભિનેતા પવન કલ્યાણ આ મામલાને સેંસેશનલ બનાવી રહ્યા છે.” જેના પર પવન કલ્યાણે કહ્યું છે કે, તે સનાતન ધર્મને લઈને ખૂબ જ ગંભીર છેઅભિનેતા પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર ટિ્વટ કરીને લખ્યું હતું કે, “પ્રિય પવન કલ્યાણ, આ તે રાજ્યમાં બન્યું છે જ્યાં તમે નાયબ મુખ્યમંત્રી છો. કૃપા કરીને તપાસ કરો, દોષિતોને શોધી કાઢો અને કડક પગલાં લો. તમે તેને સેંસેશનલ કેમ બનાવવા માંગો છો દેશમાં પહેલેથી જ ઘણો સાંપ્રદાયિક તણાવ છે.પવન કલ્યાણે પ્રકાશ રાજના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, “મારે આ બાબતો પર કેમ ન બોલવું જોઈએ? પ્રકાશ રાજ, હું તમારો આદર કરું છું, અને જ્યારે ધર્મનિરપેક્ષતાની વાત આવે ત્યારે તે પરસ્પર હોવું જોઈએ. મને સમજાતું નથી કે તમે શા માટે મારી ટીકા કરી રહ્યા છો? શું હું તેના વિશે બોલી શકતો પન નથી. સનાતન ધર્મ પરના હુમલાથી આ પાઠ શીખવો જોઈએ.નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, “મારા માટે સનાતન ધર્મ સૌથી મહત્ત્વપૂર્ણ છે અને દરેક હિન્દુએ આ મામલે જવાબદારી લેવી જોઈએ.” તેમના ભાષણને સમાપ્ત કરતા પવન કલ્યાણે કહ્યું કે, ‘જો અન્ય કોઈ ધર્મમાં આવું થયું હોત તો એક વિશાળ આંદોલન બની ગયું હોત. ‘ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પવન કલ્યાણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તર પર ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાનો સમય આવી ગયો છે. નાયબ મુખ્ય પ્રધાને ટિ્વટર પર પોસ્ટ કર્યું હતું કે, “તિરુપતિ બાલાજી પ્રસાદમાં પ્રાણીની ચરબી (માછલીનું તેલ, ડુક્કરની ચરબી અને ભેંસની ચરબી)ની ભેળસેળના તારણોથી અમે બધા ખૂબ જ પરેશાન છીએ.”પવન કલ્યાણે કહ્યું કે, “કદાચ ભારતભરના મંદિરો સંબંધિત તમામ મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે રાષ્ટ્રીય સ્તરે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ની રચના કરવાનો સમય આવી ગયો છે.”