Mumbai,તા.29
સાઉથના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના ઉપ મુખ્યમંત્રી પવન કલ્યાણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પવનની તબિયત લથડવાને કારણે તેમની સારવાર ચાલી રહી છે. રિપોર્ટસ પ્રમાણે છેલ્લા ચાર દિવસથી અભિનેતાની તબિયત ખરાબ થઈ છે. આ સમાચાર મળતા ચાહકો પણ ચિંતા કરી રહ્યા છે અને તેઓ જલદી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
જનસેના પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર એક જાણકારી આપવામાં આવી હતી કે ઉપ-મુખ્યમંત્રી પવનસિંહ છેલ્લા ચાર દિવસથી બીમાર છે. જેના કારણે તે પબ્લિક ઇવેન્ટમાં ભાગ નહીં લઈ શકે. પોસ્ટમાં જાણકારી આપતા કહેવામાં આવ્યું કે પવન કલ્યાણને વાઇરલ ઇન્ફેકશન થયું છે અને છેલ્લા ચાર દિવસથી તેમની સારવાર થઈ રહી છે. આ પોસ્ટમાં આગળ જણાવાયું છે કે અભિનેતાની તબિયતમાં સુધારો થયો નથી અને તેમને સતત ઉધરસ આવી રહી છે. ડોક્ટરોના નિર્દેશ મુજબ તેમની હૈદરાબાદમાં સારવાર ચાલી રહી છે. અનેક યૂઝર્સે પોસ્ટ પર કોમેન્ટ કરી હતી અને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.જનસેના પાર્ટીની પોસ્ટ જોયા પછી, મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ પણ પોસ્ટ ફરીથી શેર કરી અને પવન કલ્યાણના ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. તેમણે તેમની ફિલ્મ “OG” માટે તેમને અભિનંદન પણ આપ્યા.