પંચનાથ પ્લોટ માં બ્રિજેશ ઉર્ફે કાનો સાકરીયા અને શારદા બાગ બગીચા પાસેથી રાહુલ કાનાણી ની ધરપકડ, દર્શિત ભાલારા ની શોધખોળ
Rajkot,તા.27
શહેરમાં બે સ્થળોએ ક્રિકેટ પીસીબી શાખા એ બે સ્થળોએ ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. જાહેરમાં મોબાઈલ આઈડી પર 20- ટ્વેન્ટી મેચ પર ક્રિકેટ સટ્ટો રમતો પંચનાથ પ્લોટ માંથીબ્રિજેશ ઉર્ફે કાનો સાકરીયા અને શારદા બાગ બગીચા પાસેથી રાહુલ કાનાણી ની ધરપકડ, બે મોબાઈલ મળી રૂપિયા 10000 નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં દર્શિત ભાલારા નામના બુકી પાસેથી આઈડી મેળવી અને ક્રિકેટના રનફેરનો જુગાર રમતા હોવાનું ખુલ્યું છે. મોબાઈલ ક્રિકેટ સટ્ટાના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ આદર્યો છે. વધુ વિગત મુજબ આઈ પી એલ ટુર્નામેન્ટ નો પ્રારંભ સાથે ક્રિકેટના સટોડીયાઓ દ્વારા રન ફેન નો જુગાર રમાડતા હોવાની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ધ્યાને આવતા જુગારની બદીને કડક હાથે ડામી દેવા આપેલી સૂચનાને પગલે પીસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ આર ગોંડલીયા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે પંજાબ અને મુંબઈ ઇલેવન વચ્ચે 20-20 મેચ પર કોઠારીયા રોડ પર જે કે પાર્ક માં રહેતો બ્રિજેશ કાનો અમૃતલાલ સાકરીયા નામનો શખ્સ પંચનાથ પ્લોટ શેરી નંબર 17 ના ખૂણે રનફેરનો જુગાર મોબાઇલમાં આઈડી મારફતે જુગાર અને કપાત કરતો હોવાની હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા ને ને મળેલી બાતમીના આધારે એ.એસ.આઇ મહિપાલસિંહ ઝાલા સહિતએ સ્ટાફે દરોડો પાડી બ્રિજેશ ઉર્ફે કાનો સાકરીયાની ધરપકડ કરી મોબાઇલમાં જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધો હતો. પોલીસે રૂપિયા 5,000 ની કિંમત નો મોબાઇલ કબજે કર્યો છે. ઝડપાયેલા બ્રિજેશ ઉર્ફે કાનો સાકરીયા ની પ્રાથમિક પૂછપરછ અને મોબાઈલ ચેક કરતા રહે છે ભાલારા નામના શક્ષ પાસેથી આઈડી મેળવી ક્રિકેટ મેચ પર જુગાર રમી અને રમાડતા હોવાની કબુલાત આપતા પોલીસે શોધખોળ આદરી છે. જ્યારે દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલો ઓમ નગર સર્કલ નજીક પ્રિયદર્શન સોસાયટીમાં હતો રાહુલ અવસર કાનાણી નામનો શારદાબાગ બગીચા પાસે મુંબઈ અને પંજાબ ઇલેવન વચ્ચે રમાતી t20 મેચ ક્રિકેટ મેચ પર હારજીતનો જુગાર મોબાઈલમાં રમતો હોવાની કોન્સ્ટેબલ હિરેનભાઈ સોલંકી ને મળેલી બાતમીના આધારે એએસઆઇ મયુરભાઈ પાલરીયા સ્ટાફે દરોડો પાડી રાહુલ કાનાણીની ધરપકડ કરી રૂપિયા 5000 ની કિંમત નો મોબાઇલ કબજે કરી અને પોતાના મોબાઈલમાં આઈડી મારફતે. ક્રિકેટ સટ્ટો અને તીન પત્તીનો જુગાર રમતો હોવાનું ભૂલતા તેની ધરપકડ કરી એપ્લિકેશનમાં ક્રિકેટની આઈડી હોવાથી તેના મૂળ સુધી પહોંચવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.