Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar:થાન નગરપાલિકાના 28 બેઠક માટે શાંતિ પૂર્ણ મતદાન
    સૌરાષ્ટ્ર

    Surendranagar:થાન નગરપાલિકાના 28 બેઠક માટે શાંતિ પૂર્ણ મતદાન

    Vikram RavalBy Vikram RavalFebruary 17, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.17

    સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ લીંબડી અને ધ્રાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નં.૧ની એક-એક બેઠક પર અને લીંબડી તાલુકા પંચાયતની ઉંટડી તેમજ સાયલા તાલુકા પંચાયતની ધારાડુંગરીની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં થાન નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૬૦.૩૫ ટકા મતદાન નોંધાયું હતું. લીંબડી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ૩૬.૧૯ ટકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ૩૯.૫૩ ટકા મતદાન, લીંબડી તા.પંચાયતની ઉંટડીની પેટા ચૂંટણીમાં ૪૦.૩૦ ટકા જ્યારે સાયલા તા.પંચાયતની ધારાડુંગરીની પેટા ચૂંટણીમાં ૬૬.૯૮ ટકા મતદાન નોંધાયું હતું.  થાન નગરપાલિકાના અમુક મતદાન મથકોમાં આચારસંહિતાનો ભંગ થયો હોય તેવા આક્ષેપો પ્રતિઆક્ષેપો બાદ એકંદરે શાંતિપર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું.

    થાન નગરપાલિકાના ૩૩ મતદાન મથકો પર ૧૮૨ પોલીંગ તેમજ ૬૬ પોલીસ સ્ટાફની હાજરીમાં સવારના ૭-૦૦ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. થાન નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી, બસપા અને અપક્ષ સહિત કુલ ૧૦૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા અને કુલ ૩૨,૯૧૬ મતદારો નોંધાયા હતા. જ્યારે લીંબડી નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટા ચૂંટણી માટે ૦૫ બુથ પર મતદાન યોજાયું હતું જેમાં પોલીંગ અને પોલીસ સ્ટાફ મળી ૪૫ જેટલા લોકો ફરજમાં તૈનાત હતા. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટા ચૂંટણી માટે કુલ ૯ બુથ પર મતદાન યોજાયું હતું જેમાં પોલીંગ અને પોલીસ સ્ટાફ મળી કુલ ૮૦ જેટલા લોકોએ ફરજ બજાવી હતી. આ ઉપરાંત લીંબડી તાલુકા પંચાયતની ઉંટડી બેઠકની પેટા ચૂંટણી ૮ બુથમાં યોજાઈ હતી જેમાં પોલીંગ અને પોલીસ સ્ટાફ મળી ૭૧ જેટલા વ્યક્તિઓ ફરજ પર તૈનાત રહ્યાં હતાં જ્યારે સાયલાની ધારાડુંગરી બેઠકની પેટા ચૂંટણીમાં ૬ બુથ પર મતદાન હાથધરાયું હતું અને પોલીંગ તેમજ પોલીસ સ્ટાફ મળી કુલ ૫૧ જેટલા વ્યક્તિઓ ફરજ પર તૈનાત રહ્યાં હતાં.

    થાનમાં મતદાન મથકો પર ભાજપ, કોંગ્રેસ અને આપના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હતું.  થાન નગરપાલિકાની ચૂંટણીમાં રસાકસી જોવા મળશે. થાન નગરપાલિકાની ગત વર્ષ ૨૦૧૮માં યોજાયેલ ચૂંટણીમાં કુલ ૬૩.૪૮ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જો કે થાન નગરપાલિકા સહિત પેટા ચૂંટણીઓમાં કોની જીત થાય છે અને કોની હાર થાય છે તે સમગ્ર ચીત્ર તા.૧૬ ફેબુ્રઆરીને મતગણતરી બાદ સ્પષ્ટ થશે.

    સવારના તબક્કામાં ઓછું અને બપોર બાદ મતદાન વધ્યું

    સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સવારના સમયે મતદારોમાં ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ રવિવાર અને લગ્નની સિઝન હોવાથી મોટા ભાગના મતદાન મથકો સવારના સમયે ખાલી નજરે પડયા હતા પરંતુ બપોર બાદ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વૃદ્ધો, દિવ્યાંગ તેમજ મોટી ઉંમરના મતદારો બપોરના સમયે તડકો હોવા છતાં મતદાન મથકો સુધી આવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડયા હતા. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વૃધ્ધ તેમજ દિવ્યાંગ મતદારોએ પણ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    થાનમાં વોર્ડ નં.૬માં મતદાન અડધો કલાક માટે બંધ રહ્યું

    થાન નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં વોર્ડ નં.૬ના બુથ નં.૫મા ઈવીએમમાં ખામી સર્જાતા અંદાજે ૩૦થી ૩૫ મિનિટ સુધી મતદાન રોકવામાં આવ્યું હતું. ઈવીએમ મશીનના બે નંબરના બટનમાં ખામી સર્જાતા ઉમેદવારોએ એકબીજા પર આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો જેને પગલે મામલતદાર, ચૂંટણી અધિકારી, સહિતનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને ખામી સર્જાતા ઈવીએમને હટાવી નવું ઈવીએમ મશીન મુકવામાં આવ્યું હતું અને રાબેતા મુજબ મતદાન થોડી મીનીટો બાદ શરૂ થયું હતું.

    મતદાન મથકમાંથી ભાજપની સ્લીપ મળી આવી

    થાન નગરપાલિકાના અમુક વોર્ડમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો કોઈ પણ જાતના આઈડી કાર્ડ કે આધાર પુરાવા વગર મતદાન મથકની અંદર આંટા ફેરા મારતા હોવાનો અને ભાજપની સ્લીપો પણ મતદાન મથકોમાંથી મળી આવી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના આગેવાન દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે સામે ભાજપના આગેવાને આક્ષેપને નકારી કાઢયો હતો અને મતદારો પોતે જ ભાજપની સ્લીપ સાથે મતદાન મથકમાં મત આપવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. વોર્ડ નં.૧ના બુથ નં.બેના પોલિંગ ઓફિસર સામે પણ ગેરરીતીનો આક્ષેપ થતાં ડેપ્યુટી કલેકટરે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

    સાયલા ધારા ડુંગળી પેટાચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

    સાયલા તાલુકા પંચાયત-૫ ધારા ડુંગળી વિભાગની બિન અનામત સામાન્ય બેઠકની પેટા ચૂંટણી માટે ધારા ડુંગળી ,બ્રહ્મપુરી, સાપર, રતનપર, હડાળા,અને સૌરીભડા એમ કુલ છ ગામનું મતદાન આ બેઠક પર યોજાયું હતું. જેમાં ૬૬.૯૮ટકા ટકા મતદાન નોંધાયું હતું. બેઠક પર કુલ ૪૩૦૧ મતદાર નોંધાયા હતા. જેમાં ૧,૩૪૯ સ્ત્રી ઉમેદવાર અને ૧,૫૩૨ પુરૂષ ઉમેદવાર હતા. જેમાં ૬૬.૯૮ ટકા સાથે ૨૮૮૧ મતદારોએ મતદાન કર્યું હતું. મતદાનમાં સૌથી વધુ મતદાન ઘારા ડુંગળી ખાતે થયું હતું. જ્યાં ૧૨૦૪ કુલ મતદારની સામે ૭૭.૯૧ ટકા સાથે ૯૩૮ લોકોએ મતદાન કર્યું હતુંં જ્યારે સૌથી ઓછું મતદાન સાપર ખાતે નોંધાયું હતું જ્યો ૯૪૩ નોંધાયેલા મતદારની સામે ૫૧.૫૪ ટકા સાથે ૪૮૬ મતદારોએ મતદાન કર્યું હતું. દિવસ દરમિયાન શાંતિપૂર્ણ મહાલોમાં મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થતા ઇવીએમ મશીન મામલતદાર કચેરી ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા હતા.

    28 seats Surendranagar Than Municipality Voting
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    ગુજરાત

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત

    June 16, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.