મહિલા ના મોતનું કારણ બનેલ બાઈક ચાલક ની શોધખોળ
Rajkot,તા.11
રાજકોટ શહેરના માર્ગો ગોધરા બન્યા હોય તેમ અકસ્માતોની ઘટનાઓ નિરંતર નોંધાય રહી છે શહેરમાં વધુ એક અકસ્માતમાં રાહદારી મહિલા નું સારવાર દરમિયાન પ્રાણ-પંખેરૂ ઉડી જતા બે બાળકો માતા વિહોણા થયા હતા.અંગે પ્રાપ્ત વિગત મુજબ કેવડા વાડીમાં રહેતા મંજુલાબેન નટવરભાઈ રાઠોડ તારીખ૯ના રોજ બપોરે બે વાગે સોરઠીયાવાડી સર્કલ પાસે પવનપુત્ર ચોક નજીકથી પગ પાળે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી બાઈક એ મંજુલાબેન ને ઠોકરે ચડાવતા ગંભીર ઇજા ના કારણે ઘટના સ્થળજ બેભાન થઈને ઢળી પડ્યા હતા.અકસ્માતની જાણ થતા ભક્તિનગર પોલીસ ના જવાનોએ ઘટના સ્થળે જઈ મંજુલાબેન ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં તા,૧૦ ના રોજ મધરાતે ૧૨ વાગે સારવાર દરમિયાન નું મૃત્યુ નીપજ્યું હતું, મંજુલાબેન ના પુત્રો વિપુલભાઈ અને હિરલભાઈ માતાના અકસ્માત ના સમાચાર સાંભળી સિવિલમાં દોડી આવ્યા હતા અને માતાના મૃત્યુ ના પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો, પોલીસે સીસીટીવી ના આધારે અકસ્માત સર્જી ભાગી ગયેલા મોટરસાયકલ ચાલક બાઈક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે આ અંગેભક્તિ નગર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

