Morbi,તા.09
ભીમસર ઓવરબ્રિજ ચડતા હાઈવે પર ડમ્પર ચાલકે રાહદારી કાકા અને ભત્રીજાને ઠોકર મારતા કાકાને ઈજાઓ પહોંચી હતી જયારે ગંભીર ઈજાગ્રસ્ત ભત્રીજાનું મોત થયું હતું બનાવ મામલે માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે
કચ્છના રાપરના રહેવાસી સામજીભાઇ ખોડાભાઈ ગોહિલ (ઉ.વ.૩૦) વાળાએ ડમ્પર જીજે ૧૨ બીવાય ૦૦૦૨ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ડમ્પર ચાલકે પોતાનો ડમ્પર પુરઝડપે ચલાવી માળિયા (મી.) થી આગળ ભીમસર ઓવરબ્રિજ ચડતા હાઈવે રોડ પર ફરિયાદી સામજીભાઇ ગોહિલ અને તેના કુટુંબી ભત્રીજા દિનેશભાઈ ગોહિલ (ઉ.વ.૨૪) વાળા બંનેને અકસ્માત કરી હડફેટે લીધા હતા જે અકસ્માતમાં ફરિયાદી સામજીભાઇને પગ અને કમરના ભાગે ઈજા કરી તેમજ ભત્રીજા દિનેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે